ITR Deadline:નોકરીયાત વર્ગને માટે આવક વેરાનું રિટર્ન (ITR) ભરવાની ડેડલાઈન 31 જુલાઈના રોજ પૂરી થઈ ગઈ છે. જ્યારે અત્યાર સુધી અનેક લોકો એવા હશે કે જે ITR ફાઈલ કરવાનું ચુકી ગયા છે. જો તમે પણ આ પ્રકારના વ્યક્તિ પૈકી છો તો કેટલાક મહિનામાં આ અંગેની ડેડલાઈન આવશે,જે અંગે કરદાતાએ માહિતી જાણવી જરૂરી છે.
31 ઓગસ્ટ અને 31 ઓક્ટોબરનો સમય
આ પણ વાંચો
બિઝનેસ અથવા પ્રોફેશનથી આવક ધરાવતા કરદાતા કે જે ITR-3 અથવા ITR-4 ઉપયોગ કરે છે અને જેમના ખાતામાં ટેક્સ ઓડિટ જરૂરી નથી તેમની પાસે રિટર્ન ભરવા માટે 31 ઓગસ્ટ સુધીનો સમય ગાળો છે. તેમાં ફ્રિલાંસર, કન્સલ્ટેન્ટ અને નાના બિઝનેસના માલિક સામેલ છે. આ વધારાના મહિના આ વર્ષે ખાસ કરીને એવા બિઝનેસ ધરાવતા લોકોને વધારે સમય આપવા માટે શરૂ કરવામાં આવ્યો હતો કે જેમણે ઓડિટની જરૂર નથી. જેથી પોતાના અકાઉન્ટને ક્લોઝ કરી શકે. જેમના અકાઉન્ટ કલમ-44AB અંતર્ગત ઓડિટ થવા જરૂરી છે. તેમણે 31 ઓક્ટોબર સુધીનો સમય મળી છે. તેમના ઓડિટરે રિટર્ન ભરવાની તારીખથી એક મહિના અગાઉ એટલે કે 30 સપ્ટેમ્બર સુધી ઓડિટ રિપોર્ટ ફાઈલ કરવાનો હોય છે.
31 ડિસેમ્બરઃ વિલંબિત ITR
જો તમે તમારા નિયત સમય-સીમા સુધી ITR ફાઈલ કરવાથી ચુકી ગયા હોય તો કલમ 139(4) અંતર્ગત ITR ફાઈલ કરી શકો છો. જો બિલેટેડ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયા છે. આ સુવિધા 31 ડિસેમ્બર 2026 સુધી ઉપલબ્ધ છે. જેથી તે માટે તમારે કેટલીક કિંમત ચુકવવી પડશે. તમારી કૂલ આવક રૂપિયા 5 લાખથી ઓછી હોય તો સેક્શન 234F અંતર્ગત રૂપિયા 1000ની લેટ ફી આપવી પડી શકે છે. જો આવક તેનાથી વધારે છે તો રૂપિા 5000 સુધી ચુકવવી પડશે.
