સોના-ચાંદીના ભાવમાં કડાકો: શું સોનું 1 લાખની નીચે જશે? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય અને રોકાણની સલાહ

નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટાડો બહુ મોટો નથી, પરંતુ લાંબા ગાળે તે રોકાણકારો માટે મહત્વનો સાબિત થઈ શકે છે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Fri 10 Apr 2026 11:48 AM (IST)Updated: Fri 10 Apr 2026 11:48 AM (IST)
gold-prices-crash-will-it-go-below-rs-1-lakh-investment-tips-inside-725275

Gold Prices Crash: વૈશ્વિક બજારની અસર અને સ્થાનિક માંગમાં આવેલા ફેરફારને કારણે આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. શુક્રવાર, 10 એપ્રિલના રોજ સવારથી જ કિંમતી ધાતુઓના ભાવ નરમ રહ્યા હતા, જેનાથી ખરીદદારોમાં કુતૂહલ જાગ્યું છે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે આ ઘટાડો બહુ મોટો નથી, પરંતુ લાંબા ગાળે તે રોકાણકારો માટે મહત્વનો સાબિત થઈ શકે છે.

સોનાના ભાવમાં ઘટાડો

આજે સવારે 10:00 વાગ્યાની આસપાસ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,52,783 પર ટ્રેડ થઈ રહ્યો હતો. ગઇકાલની સરખામણીએ આજે સોનામાં ₹651 નો ઘટાડો નોંધાયો છે. આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન સોનાએ ₹1,52,985 ની ઉપલી સપાટી અને ₹1,52,561 ની નીચલી સપાટીને સ્પર્શ કર્યો હતો.

ચાંદીની ચમક પણ ઝાંખી પડી

સોનાની જેમ ચાંદીના ભાવમાં પણ પીછેહઠ જોવા મળી છે. MCX પર 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ₹2,42,468 પર પહોંચ્યો છે, જે ગઈકાલ કરતા ₹1,300 નો ઘટાડો દર્શાવે છે. દિવસ દરમિયાન ચાંદીમાં પણ ભારે વોલેટાલિટી જોવા મળી હતી, જેમાં નીચામાં ભાવ ₹2,42,067 સુધી ગયા હતા.

કયા શહેરમાં સોનું સસ્તું અને ક્યાં મોંઘું?

ભારતના વિવિધ શહેરોમાં ટેક્સ અને સ્થાનિક માંગને કારણે ભાવમાં તફાવત જોવા મળી રહ્યો છે:

  • સૌથી સસ્તું: આજે પટનામાં સોનું અને ચાંદી સૌથી નીચા દરે મળી રહ્યા છે. ત્યાં 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,52,480 અને 1 કિલો ચાંદીનો ભાવ ₹2,42,720 છે.
  • સૌથી મોંઘું: ભોપાલ અને ઇન્દોરમાં સોના-ચાંદીના ભાવ સૌથી ઊંચા છે. અહીં 10 ગ્રામ સોનું ₹1,52,830 અને ચાંદી ₹2,43,420 ના સ્તરે ટ્રેડ થઈ રહી છે.

શું સોનાનો ભાવ ₹1,00,000 ની નીચે જશે?

સતત વધતી કિંમતો વચ્ચે સામાન્ય માણસના મનમાં એક જ પ્રશ્ન છે કે શું સોનું ફરી ક્યારેય એક લાખની નીચે આવશે? આ અંગે કેડિયા એડવાઇઝરીના ડિરેક્ટર અજય કેડિયા જણાવે છે કે, "હાલની વૈશ્વિક સ્થિતિ જોતા સોનાનો ભાવ ₹1,00,000 થી નીચે જવાની શક્યતા નહિવત્ છે. જો અત્યારનો ઘટાડો ચાલુ રહે, તો પણ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,20,000 થી ₹1,25,000 ની વચ્ચે સ્થિર થઈ શકે છે."

ખરીદી કરવી કે રાહ જોવી?

નિષ્ણાતોના મતે ખરીદીનો નિર્ણય તમારા હેતુ પર નિર્ભર હોવો જોઈએ:

  • 1) લગ્ન કે પ્રસંગ માટે: જો તમે ઘરેણાં કે ભેટ આપવા માટે સોનું ખરીદવા માંગતા હોવ, તો ભાવની વધઘટની ચિંતા કર્યા વગર ખરીદી કરી લેવી જોઈએ કારણ કે લાંબા ગાળે ભાવ વધવાની જ શક્યતા છે.
  • 2) રોકાણ માટે: જો તમે માત્ર નફા માટે રોકાણ કરવા માંગતા હોવ, તો અત્યારે એકસાથે મોટી રકમ રોકાવાને બદલે ગોલ્ડ ETF માં SIP દ્વારા રોકાણ કરવું વધુ હિતાવહ છે.