SBI FD Rate:SBIમાં 12 મહિનાની ફિક્સ્ડ ડિપોઝીટ પર કેટલું વ્યાજ મળે છે, જાણો આ માહિતી

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) તેના ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝીટ પર આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે, જેમાં વરિષ્ઠ નાગરિકોને વધારાનો લાભ મળે છે. 12 મહિનાની FD પર 59 વર્ષ સુધીના ગ્રાહકોને 6.25% અને 80 વર્ષથી વધુ ઉંમરના ગ્રાહકોને 6.85% સુધી વ્યાજ મળે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 05 Aug 2026 11:11 PM (IST)Updated: Wed, 05 Aug 2026 11:11 PM (IST)
how-much-interest-is-available-on-12month-fixed-deposit-in-sbi-know-this-information

SBI FD Rate News:સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે SBI તેના ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝીટ પર શાનદાર વ્યાજની ઓફર કરી રહી છે. સરકારી બેંક 60 વર્ષથી વધારે ઉંમરના ગ્રાહકોને ફિક્સ્ડ ડિપોઝીટ પર વધારાના વ્યાજ પણ આપી રહ્યા છે. આજે આપણે વિવિધ સમય માટે કેટલું વ્યાજ મળે છે તે અંગે માહિતી જાણશું.

દેશની સૌથી મોટી સરકારી બેંક SBI ગ્રાહકોને 12 મહિનાની FD પર 6.25 ટકાથી લઈ 6.85 ટકા વ્યાજ આપી રહી છે.80 વર્ષ અને તેથી વધુ ઉંમરના ગ્રાહકોને 12 મહિનાના FD અકાઉન્ટ પર 6.85 ટકા વ્યાજ આપવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે આ વ્યાજ દરો રૂપિયા 3 કરોડથી ઓછી થાપણો માટે જ લાગુ પડે છે.સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 59 વર્ષ સુધીના તમામ ગ્રાહકોને 12 મહિના (1 વર્ષ) FD ખાતા પર 6.25 ટકા વ્યાજ આપી રહી છે. 60 વર્ષ અને તેથી વધુ ઉંમરના ગ્રાહકોને 12 મહિનાની FD સ્કીમ પર 6.75 ટકા વ્યાજ આપવામાં આવે છે.SBI એ ડિસેમ્બર 2025 માં તેના વ્યાજ દરોમાં સુધારો કર્યો હતો.

SBIએ અગાઉ 2025માં વ્યાજ દરો ફેરફાર કર્યાં હતા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ અગાઉ ડિસેમ્બર 2025માં તેની વિવિધ FD સ્કીમ પર વ્યાજ દરોમાં ફેરફાર કર્યો હતો. ત્યારથી SBI દ્વારા FD અકાઉન્ટ પર આપવામાં આવતા વ્યાજ દરોમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી.અત્રે ઉલ્લેખનીય છે કે RBIએ સતત ચોથી વખત તેના ચાવીરૂપ દરોને યથાવત રાખ્યા છે અને તેને લીધે હોમ લોન, ઓટો લોન સહિત વિવિધ ધિરાણ દરોમાં વધારો થાય તેવી પૂરી નહીંવત શક્યતા છે.