LIC Smart Pension Plan:LICની આ સ્કીમથી દર મહિને મળશે ગેરન્ટેડ પેન્શન, કેટલું રોકાણ કરી શકાય છે તે જાણો

ભારતીય જીવન વિમા નિગમ (LIC)ની LIC સ્માર્ટ પેન્શન પ્લાન તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ યોજનામાં તમારે એક સાથે રોકાણ કરવાનું છે અને ત્યારબાદ ચોક્કસ સમયાંતરે તમને પેન્શન મળવાનું શરૂ થઈ જશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 27 Jul 2026 04:02 PM (IST)Updated: Mon, 27 Jul 2026 04:02 PM (IST)
lic-smart-pension-planwith-this-scheme-of-lic-you-will-get-guaranteed-pension-every-month-know-how-much-can-be-invested

LIC Smart Pension Plan: આજના સમયમાં સૌ કોઈ એવું સપનું ધરાવે છે રિટાયરમેન્ટ બાદ દર મહિને નિયત રકમ પેન્શન તરીકે મળે. જેથી વૃદ્ધાવસ્થામાં કોઈની પાસે આર્થિક મદદ માંગવી પડે નહીં. આ સંજોગોમાં જો તમે પણ રિટાયરમેન્ટ બાદ દર મહિને ચોક્કસ પેન્શન મેળવવા ઈચ્છતા હોય તો આ એક એવી યોજના છે કે જેમાં એક વખત રોકાણ કર્યાં બાદ દર મહિને પેન્શન મળતું રહેશે.

ભારતીય જીવન વિમા નિગમ (LIC)ની LIC સ્માર્ટ પેન્શન પ્લાન તમારા માટે એક સારો વિકલ્પ હોઈ શકે છે. આ યોજનામાં તમારે એક સાથે રોકાણ કરવાનું છે અને ત્યારબાદ ચોક્કસ સમયાંતરે તમને પેન્શન મળવાનું શરૂ થઈ જશે.


જો તમે પણ વૃદ્ધાવસ્થામાં આર્થિક રીતે આત્મનિર્ભર રહેવા ઈચ્છતા હોય તો આ યોજના તમારા માટે અત્યંત મહત્વની બની શકે છે. જોકે આ યોજના એવા લોકો માટે વિશેષ છે કે જેઓ રિટાયરમેન્ટ બાદ શેરબજારની ભારે અફરા-તફરી સહન કર્યાં વગર નિયમિત આવક મેળવવા ઈચ્છે છે.

LIC સ્માર્ટ પેન્શન પ્લાન શું છે? 

  • આ એક ઈમીડિએટ એન્યુટી (Immediate Annuity) પ્લાન છે.
  • તેમાં એક વખતમાં એક સાથે રોકાણ કરે છે.
  • રોકાણ બાદ નિયત સમય પ્રમાણે તમારે પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે.
  • આ યોજના શેરબજાર સાથે સંકળાયેલ નથી. માટે બજારની વધઘટની અસર પેન્શન પર થતી નથી.

 

પેન્શન ઉપાડના વિકલ્પો

  • દર મહિને
  • દર ત્રણ મહિને
  • દર છ મહિને
  • વર્ષમાં એકવાર


તમે તમારી જરૂરિયાતોને આધારે પેન્શન વિકલ્પ પસંદ કરી શકો છો.તમે આ પોલિસી એકલા અથવા તમારા જીવનસાથી સાથે સંયુક્ત યોજના તરીકે પણ લઈ શકો છો.

તમારે કેટલા રોકાણની જરૂર પડશે?

જો તમે દર મહિને લગભગ રૂપિયા 20,000 અથવા રૂપિયા 24,000 ની ગેરંટીડ પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે આ યોજનામાં લગભગ રૂપિયા 35 લાખ રોકાણ કરવાની જરૂર પડી શકે છે. તેનાથી અંદાજિત વાર્ષિક પેન્શન લગભગ રૂપિયા 2.87 લાખ અને માસિક પેન્શન લગભગ રૂપિયા 23,940 મળી શકે છે. જો કે, વાસ્તવિક પેન્શન તમારી ઉંમર અને પસંદ કરેલી યોજનાના આધારે બદલાઈ શકે છે.

યોજનાની મુખ્ય વિશેષતા

  • પોલિસી સિંગલ અથવા સંયુક્ત વિકલ્પ તરીકે ખરીદી શકાય છે.
  • આ યોજના વાર્ષિક 3 ટકા અથવા 6 ટકા પેન્શન વધારવાનો વિકલ્પ પણ આપે છે.
  • પોલિસીધારકના મૃત્યુના કિસ્સામાં મૂળ રોકાણ કરેલી રકમ નોમિનીને પરત કરવામાં આવે છે.
  • ન્યૂનતમ રોકાણ રૂપિયા 1 લાખથી શરૂ થઈ શકે છે.
  • કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી.