RBI Polymer Currency Notes:ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશમાં પ્લાસ્ટિકની ચલણી નોટો અંગે મહત્વની માહિતી જાહેર કરી છે. તેમણે કહ્યું કે RBI આગામી નાણાકીય વર્ષ (Financial Year)ની શરૂઆતમાં પોલિમર એટલે કે પ્લાસ્ટિકની નોટો ઈશ્યુ કરવાની તૈયારી કરી રહી છે. પોલિમર નોટ એક વિશેષ પ્રકારના પ્લાસ્ટિક જેવા સિંન્થેટિક પદાર્થમાંથી તૈયાર કરવામાં આવશે.
તેમાં એક મજબૂત અને સાનુકૂળ સ્થિતિ ધરાવતી પ્લાસ્ટિક ફિલ્મનો ઉપયોગ કરવામાં આવે છે. જેના પર નોટને છાપવામાં આવે છે. આ નોટ કાગળની નોટની તુલનામાં વધારે ટકાઉ અને જલદી ખરાબ ન થઈ શકે તેવી હશે.
આ પણ વાંચો
પ્લાસ્ટિકની નોટ વધારે ટકાઉ હશે
નાણાં નીતિ (Monetary Policy)ની સમીક્ષાની જાહેરાત બાદ મલ્હોત્રાએ મીડિયાને માહિતી આપી હતી કે કેટલાક દેશોમાં પોલિમર નોટ 30 વર્ષથી પણ વધારે સય સુધી ચલવ વ્યવસ્થામાં હોવાનો રેકોર્ડ છે.આ નોટ વિશેષ કરી ઓછી મૂલ્ય ધરાવતી ચલણી નોટોની કેટેગરીમાં હશે.કારણ કે તેનો ઉપયોગ અને ચલણ વધારે હોય છે. તેમણે કહ્યું કે જો તમામ યોજના નિયત કાર્યક્રમ પ્રમાણે આગળ વધે છે તો અમારો લક્ષ્યાંક છે કે આ નોટો આગામી નાણાકીય વર્ષની શરૂઆતથી ચલણ વ્યવસ્થામાં આવી જશે.
મોંઘવારીનો દર 4 ટકા નક્કી કરાયો
RBI ગવર્નરે વ્યાજ દરો અને નાણા નીતિના વલણને લઈ મધ્યસ્થ બેંકના ભવિષ્યના નિર્ણય અંગે આંકડાકીય માહિતી પર આધારિત હશે. RBIનો મુખ્ય ઉદ્દેશ મધ્યમ અવધિમાં છૂટક ફુગાવો(Retail Inflation)ને ચાર ટકા નક્કી કરવાના લક્ષ્યાંકને અનુરૂપ યથાવત રાખ્યો છે. વિદેશી હૂંડિયામણ પ્રવાસી (બેંક) યોજના અંગે મલ્હોત્રાએ કહ્યું કે આ અંતર્ગત વિદેશી ચલણનો પ્રવાહ મજબૂત રહ્યો છે અને મર્યાદિત અવધિની આ યોજના પૂરી થાય ત્યા સુધી રોકાણ પ્રવાહને વધારે સારો કરી રીતે જાળવી રાખવાની અપેક્ષા છે.
