RBI New Loan Rules 2026: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા બેંકિંગ અને લોન પ્રક્રિયાને વધુ પારદર્શક અને ગ્રાહક લક્ષી બનાવવા માટે 1 એપ્રિલ, 2026થી પાંચ મોટા ફેરફારો અમલમાં મૂકવામાં આવ્યા છે. આ ફેરફારોથી સામાન્ય માણસ પરના દેવાનો બોજ ઘટશે અને બેંકિંગ વ્યવહારો વધુ સરળ બનશે.
પ્રીપેમેન્ટ ચાર્જમાંથી મુક્તિ
હવે હોમ લોન, કાર લોન કે પર્સનલ લોન જેવા ફ્લોટિંગ વ્યાજ દર ધરાવતા ગ્રાહકો સમય મર્યાદા પહેલા પોતાની લોન ભરી શકશે. આ માટે બેંકો હવે કોઈ પણ પ્રકારનો વધારાનો 'પ્રીપેમેન્ટ દંડ' વસૂલી શકશે નહીં. આનાથી ગ્રાહકો વ્યાજના બોજમાંથી વહેલી મુક્તિ મેળવી શકશે.
આ પણ વાંચો
CIBIL સ્કોર ઝડપથી અપડેટ થશે
તમારા ક્રેડિટ રિપોર્ટમાં હવે વિલંબ થશે નહીં. નવા નિયમ મુજબ, ક્રેડિટ સ્કોર હવે દર મહિનાની 21 અને 28 તારીખે અપડેટ કરવામાં આવશે. આનો ફાયદો એ થશે કે લોન ચૂકવ્યા બાદ તમારો સ્કોર તુરંત સુધરશે, જેથી નવી લોન મેળવવામાં સરળતા રહેશે.
એક ખાતામાં 4 નોમિનીની સુવિધા
વારસદારોની સુવિધા માટે હવે બેંક ખાતા કે લોકરમાં એકને બદલે વધુમાં વધુ 4 નોમિની (વારસદાર) ઉમેરી શકાશે. આ ફેરફારથી ભવિષ્યમાં મિલકત કે જમા પૂંજીના વહીવટમાં પરિવારના સભ્યોને પડતી મુશ્કેલીઓ ઓછી થશે.
ગોલ્ડ મેટલ લોન (GML) માં રાહત
સોનાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ માટે ચુકવણીનો સમયગાળો 180 દિવસથી વધારીને 270 દિવસ કરવામાં આવ્યો છે. આ વધારાના 90 દિવસથી વેપારીઓને રોકડ પ્રવાહ (Cash Flow) જાળવવામાં મોટી મદદ મળશે.
સારા ક્રેડિટ સ્કોર પર સસ્તી લોન
RBI એ સ્પષ્ટ કર્યું છે કે જે ગ્રાહકોનો CIBIL સ્કોર મજબૂત હશે, તેમને બેંકોએ ઓછા વ્યાજ દરે લોન આપવાની પ્રાથમિકતા આપવી પડશે. એટલે કે, તમારી નાણાકીય શિસ્ત જ તમને સસ્તી લોન અપાવશે.
આ નવા નિયમો ગ્રાહકોને વધુ સત્તા આપે છે અને બેંકોની જોહુકમી પર લગામ લગાવે છે.
