RBI Digital Payment Rule: RBIનો નવો નિયમ જાહેર; ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં રૂપિયા 10 હજારથી વધુ રકમ એક કલાકના વિલંબથી મળશે, જાણો કેમ

RBI માર્ગદર્શિકા પ્રમાણે 1 કલાકમાં પેમેન્ટ વિલંબ,ટ્રસ્ટેડ પર્સન ઓથેન્ટિકેશન તથા કિલ સ્વીચ જેવા ફિચર્સનો સમાવેશ થાય છે.આ અંગે 8 મે 2026 સુધી સ્ટેકહોલ્ડર્સ પાસે યોગ્ય સૂચનો મંગાવ્યા

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Fri 10 Apr 2026 06:10 PM (IST)Updated: Fri 10 Apr 2026 06:10 PM (IST)
rbi-suggest-1-hour-delay-for-digital-payments-over-rupee-10000-to-curb-frauds-know-details-725592

RBI Digital Payment Rule: દેશમાં ઝડપભેર વધી રહેલા ડિજિટલ પેમેન્ટની સાથે હવે ડિજિટલ ફ્રોડ (Digital Fraud) પણ ચિંતાનો વિષય બની ગયો છે. તેને લીધે Reserve Bank Of India (RBI)એક મહત્વનું ડિસ્કશન પેપર જાહેર કર્યું છે. જેમાં છેતરપિંડી પર અંકૂશ મેળવવા માટે અનેક કડક નિયમો અને નવા ઉપાયો સૂચન કરવામાં આવ્યા છે. RBIની માર્ગદર્શિકા પ્રમાણે 1 કલાકમાં પેમેન્ટ વિલંબ, ટ્રસ્ટેડ પર્સન ઓથેન્ટિકેશન તથા કિલ સ્વીચ જેવા ફિચર્સનો સમાવેશ થાય છે.

આ અંગે 8 મે 2026 સુધી તમામ સ્ટેકહોલ્ડર્સ પાસે યોગ્ય સૂચનો મંગાવ્યા છે.ગ્રાહકો ભૂલથી ટ્રાન્ઝેક્શન કરતાં અટકાવવા અથવા કેન્સલ કરવાને લગતી યોગ્ય તક મળશે. દેશમાં વધી રહેલા ડિજિટલ છેતરપિંડીને અટકાવવા માટે RBIએ આ નવી દરખાસ્ત રજૂ કરી છે.

રૂપિયા 10 હજારથી વધારેના ટ્રાન્ઝેક્શનમાં વધારે છેતરપિંડી
RBIની માહિતી પ્રમાણે નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલ (NCRP)ની આંકડાકીય માહિતી પ્રમાણે રૂપિયા 10 હજારથી વધારે વ્યવહાર કૂલ છેતરપિંડી કિસ્સામાં 45 ટકા જેટલા હોય છે. જોકે રકમની દ્રષ્ટિએ તેનો હિસ્સો આશરે 98.5 ટકા સુધી પહોંચી જાય છે. આ કારણથી આ કેટેગરી પર સરકાર વિશેષ ધ્યાન આપ્યું છે. આ ઉપરાંત જોઈ વ્યવહાર શંકાસ્પદ લાગે છે તો બેંક ગ્રાહકોને ફરી વખત કન્ફર્મ કરી શકે છે અને તેને સંભવિત છેતરપિંડી અંગે એલર્ટ પણ કરી શકશે. તેનાથી છેતરપિંડીના કિસ્સા ઓછા થઈ શકે છે.

સિનિયર સિટીઝન માટે ટ્રસ્ટેડ પર્સનની સુવિધા
70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો તથા દિવ્યાંગો માટે સુરક્ષા વધુ કડક કરવામાં આવશે. રૂપિયા 50 હજારથી વધારે રકમના ટ્રાન્ઝેક્શન માટે એક ટ્સ્ટેડ પર્સન એટલે કે વિશ્વાસપાત્ર વ્યક્તિની મંજૂરી મેળવવી પડશે. આ છેતરપિંડી સામે સુરક્ષા કવચ તરીકે કામ કરશે.