Stock Market Closing Rules:શેરબજાર બંધ થવાનો નિયમ આજથી બદલાઈ ગયો, હવે બપોરે 3:15થી 3:40 વાગ્યા સુધી શુ સ્થિતિ રહેશે તે જાણો

આજથી F&O કોન્ટ્રેક્ટ ધરાવતા શેરોમાં સતત થતા ટ્રેડિંગ બપોરે 3:15 વાગે બંધ થયા છે. અલબત તેનો અર્થ એવો નથી કે સંપૂર્ણપણે ટ્રેડિંગ બંધ થઈ જશે. આ સમય બાદ શેર Closing Auction Session(CAS)માં પણ ચાલશે, જે અંતિમ Closing Price નક્કી કરશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 03 Aug 2026 03:25 PM (IST)Updated: Mon, 03 Aug 2026 03:25 PM (IST)
rule-of-last-half-hour-of-stock-market-trading-changed-know-what-happen-from-today

Stock Market New Closing Rules:જો તમે શેરબજારમાં રોકાણ કરતાં હોય અથવા ટ્રેડિંગ કરતા હોય તો આજથી શેરબજારમાં લાગુ થયેલા નવા ક્લોઝીંગ નિયમો અંગે આ માહિતી તમારા માટે ખૂબ જરૂરી છે. ભારતીય શેરબજાર હવેથી વિવિધ સેગમેન્ટમાં બપોરે 3:15 વાગે, 3:30 વાગે અને 3:40 વાગે અલગ-અલગ સેગમેન્ટમાં અલગ-અલગ રીતે બંધ થશે. ખાસ કરીને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) ધરાવતા શેરો માટે Closing Auction Session (CAS) લાગુ થયું છે.

3:15 વાગે શેરબજારમાં શું થશે?

આજથી F&O કોન્ટ્રેક્ટ ધરાવતા શેરોમાં સતત થતા ટ્રેડિંગ બપોરે 3:15 વાગે બંધ થયા છે. અલબત તેનો અર્થ એવો નથી કે સંપૂર્ણપણે ટ્રેડિંગ બંધ થઈ જશે. આ સમય બાદ શેર Closing Auction Session(CAS)માં પણ ચાલશે, જે અંતિમ Closing Price નક્કી કરશે.

બપોરે 3:00 વાગ્યાથી 3:15 વાગ્યા વચ્ચે એક્સચેન્જ પર યોગ્યતા ધરાવતા શેરનું Volume Weighted Average Price (VWAP)નો તાગ મેળવવામાં આવશે. અને બીડ માટે રેફરન્સ પ્રાઈઝ નક્કી થશે. 

આ ઉપરાંત બપોરે 3:15 વાગ્યાથી 3:20 વાગ્યા સુધી પાંચ મિનિટના ટ્રાઝીશન પીરિયડ રહેશે. આ દરમિયાન કોઈ નવા ઓર્ડર આપી શકાશે નહીં. સતત ટ્રેડિંગથી બાકી રહેલી લિમિટ ઓર્ડર સાથે સામાન્ય સ્થિતિમાં ઓક્શનમાં જતા રહેશે. જ્યારે સ્ટોપ લોસ ઓર્ડર, આઈસબર્ગ ઓર્ડર અને ચોક્કસ નક્કી લિમિટેડથી બહારના ઓર્ડર આગળ વધી શકશે નહીં. ઓક્શનની પ્રાઈઝ બેન્ડ રેફરન્સ પ્રાઈઝથી 3 ટકા ઉપર અથવા તો નીચે રહેશે.

3:20 વાગ્યાથી 3:30 વાગ્યા વચ્ચે 10 મિનિટ માટે શું સ્થિતિ હશે

3:20 વાગ્યાથી 3:30 વાગ્યા વચ્ચે રોકાણકાર માર્કેટ અને લિમિટ બન્ને રીતે ઓર્ડર આપી શકશે. આ દરમિયાન એક્સચેન્જ સંભવિત Equilibrium Price, કૂલ ખરીદ-વેચાણનું પ્રમાણ, ઓર્ડરમાં અસંતુલન તથા સંભવિત ઈન્ડેક્સ આધારિત વેલ્યુ જેવી માહિતી જાહેર કરશે. 3:25 વાગ્યાથી 3:30 સુધી ફક્ત લિમિટમાં જ ઓર્ડર આપી શકાશે. 

જોકે ઓર્ડર એન્ટ્રી વિન્ડો 3:28 વાગ્યાથી 3:30 વાગ્યા વચ્ચે કોઈ પણ સમયે રેન્ડમ રીતે બંધ નહીં થાય. તેનો મુખ્ય ઉદ્દેશ અંતિમ મિનિટોમાં મોટી સંખ્યામાં ઓર્ડરની એન્ટ્રી કરી કિંમતોને પ્રભાવિત કરવાનો જે ખેલ થતો હોય છે તેને અટકાવવાનો છે.

3:30 વાગ્યાથી શું થશે?

3:30 વાગ્યાથી 3:35 વાગ્યા સુધી એક્સચેન્જ કોઈ નવા ઓર્ડર સ્વીકારશે નહીં. આ દરમિયાન તમામ ઓર્ડરને લગતા સમન્વય અંગે તપાસ થશે અને જે પણ કિંમત પર સૌથી વધારે શેરના ટ્રાન્ઝેક્શન થયા હોય તેને Equilibrium Price પર તમામ સફટ ટ્રેડને પૂરા કરવામાં આવશે. અલબત તે અધિકૃત રીતે ક્લોઝીંગ પ્રાઈઝ જ હશે.