LIC Investment: LIC પોલિસીધારકોના પૈસાનું રોકાણ કેવી રીતે કરે છે? કંપનીઓ, શેરોની પસંદગી કેવી રીતે થાય છે તે અંગે સરકારે સંસદમાં આપ્યો જવાબ

તાજેતરમાં જ LICની ઓફર ફોર સેલ (OFS)ને લઈ વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ સમયમાં રાજ્યકક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ સોમવારે એટલે કે 3 ઓગસ્ટના રોજ છેલ્લા પાંચ વર્ષમાં LIC એ પોલિસીધારકોના ફંડને લિસ્ટેડ ખાનગી કંપનીઓના શેરોમાં કેવી રીતે રોકાણ કર્યાં છે તે અંગે માહિતી આપી હતી.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 05 Aug 2026 03:21 PM (IST)Updated: Wed, 05 Aug 2026 03:36 PM (IST)
the-government-informed-parliament-about-where-and-how-lic-invests-policyholders-money-in-the-stock-market

LIC Investment:લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના પોલિસીધારક અને તેની સાથે સંકળાયેલ અન્ય લોકો સામાન્ય રીતે જાણવા ઈચ્છતા હોય છે કે તેમના પ્રીમિયમના પૈસા ક્યાં અને કેવી રીતે રોકાણ કરવામાં આવે છે. વિશેષ કરીને શેરબજારમાં કઈ કંપનીઓમાં તેમના પૈસાનું રોકાણ કરવામાં આવે છે.

 તાજેતરમાં જ LICની ઓફર ફોર સેલ (OFS)ને લઈ વ્યાપક ચર્ચા થઈ રહી છે. આ સમયમાં રાજ્યકક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ સોમવારે એટલે કે 3 ઓગસ્ટના રોજ છેલ્લા પાંચ વર્ષમાં LIC એ પોલિસીધારકોના ફંડને લિસ્ટેડ ખાનગી કંપનીઓના શેરોમાં કેવી રીતે રોકાણ કર્યાં છે તે અંગે માહિતી આપી હતી.

લોકસભામાં સાંસદ રાજીવ રાયના કેટલાક પ્રશ્નોના લેખિત જવાબમાં પંકજ ચૌધરીએ કહ્યું કે LIC વિવિધ લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ સમયાંતરે બદલાઈ રહ્યા છે. આ નિર્ણય LICની સ્વતંત્ર રોકાણ મૂલ્યાંકન, ચોક્કસ રોકાણ માળખા અને સંબંધિત કંપનીઓના ભવિષ્યના બિઝનેસ શક્યતાને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન LICની વિવિધ લિસ્ટેડ કંપનીઓમાં રોકાણ અલગ-અલગ લેવલ પર કરવામાં આવી રહ્યું છે. કોઈ કંપનીમાં હિસ્સેદારી વધારવા અથવા ઘટાડવાનો નિર્ણય LICના સ્વતંત્ર રોકાણ મૂલ્યાંકન,સ્વીકૃત રોકાણ માળખા અને કંપનીના ભવિષ્યના દ્રષ્ટિકોણના આધાર પર કરવામાં આવેલ છે.

જોકે, મંત્રીએ આ સાથે સ્પષ્ટ કર્યું કે LIC એવી તમામ કંપનીઓની સંપૂર્ણ યાદી જાહેર નથી કરતી કે જેમાં તેમના રોકાણ રહેલા હોય છે. તેમણે કહ્યું કે આમ કરવું વ્યવસાયિક દ્રષ્ટિકોણથી યોગ્ય નથી અને તેનાથી LICના આર્થિક હિતને અસર થઈ શકે છે.

LICમાં રોકાણ અંગે નિર્ણય કેવી રીતે કરવામાં આવે છે

પંકજ ચૌધરીએ જણાવ્યું કે પ્રાઈવેટ અને સરકારી (PSU) કંપનીઓના શેરોમાં રોકાણ કરતાં પહેલા LIC અનેક પાસાનું યોગ્ય આંકલન કરે છે. તેમાં કંપનીની આર્થિક સ્થિતિ, કારોબારને લગતું પર્ફોમન્સ, ભવિષ્યની શક્યતા તથા અન્ય જરૂરી માપદંડનો સમાવેશ થાય છે.

કયા નિયમો અંતર્ગત રોકાણ થાય છે?

મંત્રીએ જણાવ્યું કે LICનું રોકાણ કોઈ કાયદેસર અને નિયમનકારી નિયમો અંતર્ગત કરવામાં આવતુ નથી. તેમાં વીમા અધિનિયમ 1938 LIC અધિનિયમ, 1956 IRDAIના રોકાણ નિયમ, SEBIના દિશા-સૂચનો, ભારતીય રિઝર્વ બેંક (RBI)ના નિયમ તથા LICની રોકાણ સમિતિ તથા બોર્ડ દ્વારા મંજૂર આંતરિક રોકાણ નીતિઓનો સમાવેશ થાય છે.

રોકાણ પર દેખરેખ કેવી રીતે રાખવામાં આવે છે?

નાણા મંત્રાલયની માહિતી પ્રમાણે LICના રોકાણ પર દેખરેખ રાખવામાં આવે છે અને ઓડિટ કરવામાં આવે છે. Concurrent Auditors રોકાણ સંબંધિત વ્યવહારો અને નિયંત્રણને લગતી તપાસ કરે છે. આ ઉપરાંત કાયદાકીય ઓડિટર, સિસ્ટમ ઓડિટર, ઈન્ટર્નલ ફાયનાન્શિયલ કન્ટ્રોલ (IFC) ઓડિટર તથા Information System ઓડિટર પણ સમયાંતરે પૂરી પ્રક્રિયાની સમીક્ષા કરે છે.