Stock Market Timing Change:શેરબજારના સમયમાં થયો ફેરફાર, 3 ઓગસ્ટથી હવે આ સમયે થશે બંધ

નવા નિયમ પ્રમાણે શેરબજારના તમામ સેગમેન્ટ એક જ સમય પર બંધ થશે નહીં. Non-F&O શેરનું ટ્રેડિંગ અગાઉની માફક સાંજે 3:30 વાગ્યા સુધી યથાવત રહેશે. જ્યારે F&O સેગમેન્ટનું કેશ માર્કેટમાં સામેલ શેરોનું સામાન્ય ટ્રેડિંગ 3:15 વાગ્યા સુધી થશે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sun, 02 Aug 2026 04:43 PM (IST)Updated: Sun, 02 Aug 2026 04:51 PM (IST)
stock-market-timing-change-3-august-fno-trading-segment-rules-change

Stock Market Timing Change:જો તમે શેરબજારમાં રોકાણ અથવા ટ્રેડિંગ કરતા હોય તો 3 ઓગસ્ટ 2026 એટલે કે સોમવારથી નવો લાગૂ થવા જઈ રહેલા નિયમ અંગે માહિતી મેળવવી જરૂરી છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) યોગ્ય ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) શેર માટે ક્લોઝીંગ ઓક્શન સેશન (Closing Auction Session-CAS) શરૂ કરવા જઈ રહેલ છે.

આ સાથે ઈક્વિટી ડેરિવેટીવ્ઝના ટ્રેડિંગનો સમય પણ 10 મિનિટ લંબાવવામાં આવ્યો છે. આ ફેરફારનો ઉદ્દેશ શેરના ક્લોઝીંગ પ્રાઈઝને વધારે પારદર્શી અને વધારે ચોક્સાઈભર્યો કરવાનો છે.

naidunia_image

હવે શેરબજારમાં ક્લોઝીંગ ટાઈમ એક સમાન નહીં હોય

નવા નિયમ પ્રમાણે શેરબજારના તમામ સેગમેન્ટ એક જ સમય પર બંધ થશે નહીં. Non-F&O શેરનું ટ્રેડિંગ અગાઉની માફક સાંજે 3:30 વાગ્યા સુધી યથાવત રહેશે. જ્યારે F&O સેગમેન્ટનું કેશ માર્કેટમાં સામેલ શેરોનું સામાન્ય ટ્રેડિંગ 3:15 વાગ્યા સુધી થશે. ત્યારબાદ આ શેરો માટે 3:15 વાગ્યાથી 3:35 વાગ્યા સુધી ક્લોઝીંગ ઓક્શન સેશન ચાલશે. બીજી બાજુ સ્ટોક અને ઈન્ડેક્સ F&Oમાં ટ્રેડિંગ હવે સાંજે 3:40 વાગ્યા સુધી થશે. આ ઉપરાંત પોસ્ટ-ક્લોઝ સેશન 3:50 વાગ્યાથી 4:00 વાગ્યા સુધી રહેશે.

અત્યાર સુધી F&O શેરમાં ટ્રેડિંગ સીધા 3:30 વાગ્યા સુધી ચાલતું હતું અને ક્લોઝીંગ પ્રાઈઝ ટ્રેડિંગના અંતિમ હિસ્સામાં ટ્રાન્ઝેક્શન વોલ્યુમ વેટેડ એવરેજ પ્રાઈઝ (VWAP)ના આધાર પર નક્કી થતી હતી. જોકે હવે F&O શેરનું સામાન્ય ટ્રેડિંગ 3:15 વાગે બંધ થઈ જશે. ત્યારબાદ ખરીદી અને વેચાણને લગતા તમામ ઓર્ડર એક સાથે કરવામાં આવશે અને એક નિયત સંતુલિત કિંમત પર તેની તુલના થશે. આ કિંમત તે શેરના અધિકૃત ક્લોઝીંગ પ્રાઈઝ હશે. SEBIનું માનવું છે કે તેને લીધે શેરનો અંતિમ ભાવ બજારની રિયલ ડિમાન્ડ અને સપ્લાઈને વધારે સારી રીતે દર્શાવશે.

તો કેવી રીતે ઓક્શન ચાલશે


ક્લોઝીંગ ઓક્શન સેશનને વિવિધ તબક્કામાં પૂરા કરવામાં આવશે. 3:15 વાગ્યાથી 3:20 વાગ્યા સુધી સામાન્ય ટ્રેડિંગથી CASમાં ફેરફાર અને રેફરન્સ પ્રાઈઝ નક્કી થશે. 3:20 વાગ્યાથી 3:25 વાગ્યા સુધી રોકાણકાર માર્કેટ અને લિમિટ ઓર્ડર એડ કરી શકશે. 3:25 વાગ્યાથી 3:30 વાગ્યા સુધી ફક્ત લિમિટેડ ઓર્ડર જ સ્વીકારવામાં આવશે અને માર્કેટ ઓર્ડમાં ફેરફાર અથવા રદ્દ કરવા જેવી બાબતને મંજૂરી મળશે નહીં. 3:28 વાગ્યાથી 3:30 વાગ્યા વચ્ચે કોઈ પણ સમય ઓર્ડર એન્ટ્રી બંધ કરવામાં આવશે. ત્યારબાદ 3:30 વાગ્યાથી 3:35 વાગ્યા સુધી ઓર્ડર મેચ થશે અને ક્લોઝીંગ પ્રાઈઝ નક્કી કરવામાં આવશે.