Sensex-Nifty Crash: ગણતરીના કલાકોમાં જ ડૂબી ગયા રોકાણકારોના રૂપિયા 12 લાખ કરોડ, Sensex-Nityમાં કેમ સર્જાયો હાહાકાર

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 2,368.29 પોઇન્ટ અથવા 2.91 ટકા અને નિફ્ટી 728.2 પોઇન્ટ અથવા 2.89 ટકા ગગડ્યાં હતા.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Mon, 09 Mar 2026 06:31 PM (IST)Updated: Mon, 09 Mar 2026 06:31 PM (IST)
stock-market-today-sensex-nifty-sink-nearly-2-pc-on-surging-crude-oil-prices-west-asia-turmoil

Sensex-Nifty Crash, Stock Market Today: પશ્ચિમ એશિયામાં સ્થિતિ ગંભીર બનવાને લીધે વૈશ્વિક માહોલ ડહોળાતા તથા ક્રુડ ઓઈલની કિંમતોમાં સતત ભાવમાં વધારો થતા ભારતીય શેરબજારમાં આશરે બે ટકાનો કડાકો થયો હતો. વિદેશી ફંડોની સતત વેચવાલી વચ્ચે US ડોલર સામે રૂપિયો ગગડીને વધી નીચી સપાટીએ પહોંચ્યો છે. ભારતીય શેરબજારમાં આજની ભારે મંદીને લીધે રોકાણકારોની સંપત્તિમાં આશરે રૂપિયા 12 લાખ કરોડનું ધોવાણ થયું છે.

BSE સેન્સેક્સ 1,352.74 પોઇન્ટ એટલે કે 1.71 ટકા ગગડીને 77,566.16 પર બંધ રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ એક સમયે 2,494.35 પોઇન્ટ એટલે કે 3.16 ટકા તૂટીને 7,424.55 બોલાયો હતો. નિફ્ટી પણ 422.40 પોઇન્ટ એટલે કે 1.71 ટકા ગગડીને 24,028.05 પર બંધ રહી હતી. ઈન્ટ્રા-ડેમાં નિફ્ટી એક સમયે 752.65 પોઇન્ટ તૂટી 3.07 ટકા ગગડી 23,697.80 બોલાઈ હતી.

naidunia_image

અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement)ના શેરમાં સૌથી મોટો ઘટાડો થયો હતો. તે આશરે 5.23 ટકા તૂટ્યાં હતા. આ ઉપરાંત મારુતિ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ટરગ્લોબ એવિશન અને અદાણી પોર્ટના શેરોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તેનાથી વિપરીત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સન ફાર્મા, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, અને HCL ટેકના શેરોમાં તેજી જોવા મળતી હતી.

વિશ્વ બજારમાંથી મળેલી મંદીના સંકેત વચ્ચે ભારતીય ઈક્વિટી બજાર આશરે 3 ટકાના ઘટાડા સાથે ખુલ્યું હતું. ભૂરાજકિય ચિંતા અને ક્રુડ ઓઈલના ભાવ ભારે ઉછાળા સાથે 100 ડોલરને પાર થતા ભારતીય શેરબજાર પર ઘાતક અસર થઈ હતી.

વિશ્વ બજારમાં સાઉથ કોરિયાનો કોસ્પી 5.96 ટકા, જાપાનનો નક્કી-225 આશરે 5.20 ટકા તૂટ્યાં હતા. આ ઉપરાંત શાંઘાઈનો SSE કોમ્પોઝીટ ઈન્ડેક્સ તથા હોંગકોંગનો હેંગસેંગમાં નોંધપાત્ર કડાકો બોલાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે BSE સેન્સેક્સ 2,368.29 પોઇન્ટ અથવા 2.91 ટકા અને નિફ્ટી 728.2 પોઇન્ટ અથવા 2.89 ટકા ગગડ્યાં હતા.