8th Pay Commission:ડબલ થશે સરકારી કર્મચારીઓનો કૂલ પગાર, શું 8માં પગાર પંચમાં મળશે સારા સમાચાર?

કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે, જેમાં વાર્ષિક પગાર વધારાનો દર વધારવા અને મોંઘવારી ભથ્થા (DA)ને મૂળ પગારમાં મર્જ કરવાની મુખ્ય માંગ છે. આ માંગણીઓ સ્વીકારાય તો કર્મચારીઓનો કુલ પગાર નોંધપાત્ર રીતે વધી શકે છે, જે અમુક શરતો હેઠળ સાત વર્ષમાં બમણો થઈ શકે છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 31 Jul 2026 03:05 PM (IST)Updated: Fri, 31 Jul 2026 03:05 PM (IST)
the-total-salary-of-government-employees-will-double-will-there-be-good-news-in-the-8th-pay-commission

8th Pay Commission latest: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સ 8માં પગાર પંચની ભલામણોને લઈ સતત રાહ જોઈ રહ્યા છે. પગાર પંચની સમયસીમામાં જ પોતાની ભલામણો માટે એક્શન મોડ છે. આ માહોલ વચ્ચે કેન્દ્રીય કર્મચારીઓના સંગઠનોની માંગ પણ થઈ રહી છે. તેમાંથી એક મોટી માંગ પગાર વધારો અને બેસિક પગારના DA મર્જર કર્યું છે.

શું છે માંગણી

કર્મચારી સંગઠનોએ 8માં પગારને સોંપવામાં આવેલી ભલામણોમાં વાર્ષિક પગાર વધારા અથવા ઈન્ક્રીમેન્ટનો દર વધીને એક નિશ્ચિત સ્તર પર મોંઘવારી ભથ્થા (DA)ને બેસિક પગારમાં મર્જ કરવા પર ભાર આપવામાં આવ્યો છે.

આ સંજોગોમાં તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વધારે વાર્ષિક પગાર વૃદ્ધિ અને DA બેસિકમાં મર્જ કરવાથી કર્મચારીના મૂળ પગારમાં ઝડપથી વધારો થઈ શકે છે. તેનાથી સૌને ખાસ કરીને વેજ મેટ્રિકમાં નીચલા સ્તર પર વર્તમાન કર્મચારીઓને રાહત મળી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે 3 ટકા વાર્ષિક પગાર વધારો છે. આ લેવલ 1 કર્મચારી માટે રૂપિયા 18000 મૂલ પગાર 10 વર્ષમાં વધીને રૂપિયા 23,486 (30.47 ટકા) થઈ જાય છે.

આ ઉપરાંત તેમણે DA, હાઉસ રેન્ટ અલાઉન્સ (HRA) અને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ મળે છે. જોકે DA અને HRA બેસિક પે પર આધાર રાખે છે. જ્યારે ટ્રાન્સપોર્ટ અલાઉન્સ ફિક્સ્ડ હોય છે અને ત્યારે જ વધે છે કે જ્યારે DA 50 ટકા સુધી પહોંચી જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓનો DA 60 ટકા છે.

ઈકોનોમિક ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે જો સંગઠનોની માંગને માની લેવામાં આવે છે તો દરેક વર્ષે મળનાર પગાર વધારો અને DAના બેઝીક પેમાં મર્જ થઈ જશે અને ગ્રોસ સેલરીમાં ઘણો વધારો થઈ શકે છે. જેમ કે એક ઉદાહરણથી માલુમ થાય છે કે જો વાર્ષિક પગાર વધારાનો દર 7 ટકા થઈ જાય અને મોંઘવારી ભથ્થુ 25 ટકા પહોંચી જાય તો તેને બેસિક પેમાં વિલિન કરવામાં આવે તો ગ્રોસ સેલરી ફક્ત સાત વર્ષમાં બે ગણી થઈ જશે.


જ્યારે નેશનલ ફેડરેશન ઓફ પોસ્ટલ એમ્પ્લોઈઝ (NFPE) અને ઓલ ઈન્ડિયા ન્યુ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશન (AINPSEF) જેવા સંગઠન ઈચ્છે છે કે DAના 25 ટકા સુધી પહોંચવા પર તેને બેઝીક પેમાં વિલિન કરવામાં આવશે. બીજીબાજુ ઈન્ડિયન રેલવેઝ સુપરવાઈઝર્સ એસોસિએશન (IRTSA) અને પ્રગતિશીલ શિક્ષક ન્યાય મંચ (PSNW) જેવા સંગઠનો ઈચ્છે છે કે DAના 50 ટકા હોવા પર તેને બેઝીક પેમાં વિલિન કરવામાં આવે.