Aadhaar Card Mobile Number Update Online: વર્તમાન સમયમાં આધાર કાર્ડ દરેક ભારતીય નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી, દરેક માટે સરકારી કે બિન-સરકારી કામકાજ માટે આધાર કાર્ડ અનિવાર્ય છે. જો કે, ઘણીવાર આધાર સાથે લિંક કરેલો મોબાઈલ નંબર બદલાઈ જાય અથવા બંધ થઈ જાય ત્યારે નાગરિકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને OTP વેરિફિકેશન સમયે સમસ્યા સર્જાય છે.
આજકાલ મોટાભાગની સરકારી યોજનાઓ અને બેંકિંગ સુવિધાઓ આધાર સાથે લિંક હોય છે. આવી સ્થિતિમાં જો તમારો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અપડેટેડ ન હોય, તો તમને જરૂરી OTP મળતો નથી અને અગત્યના કામ અટકી પડે છે. તેથી આધાર કાર્ડમાં હંમેશા વર્તમાન અને એક્ટિવ મોબાઈલ નંબર લિંક હોવો અત્યંત આવશ્યક છે. જો તમે પણ તમારો નંબર બદલવા માંગતા હો, તો અહીં આપેલી સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા અનુસરી શકો છો.
આધાર કાર્ડમાં મોબાઈલ નંબર બદલવાની પ્રક્રિયા
UIDAI દ્વારા મોબાઈલ નંબર અપડેટ કરવા માટે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુક કરવાની સુવિધા આપવામાં આવે છે. જેની પ્રક્રિયા નીચે મુજબ છે:
- Step 1: સૌથી પહેલા તમારે UIDAI ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો.
- Step 2: વેબસાઈટના હોમપેજ પર 'My Aadhaar' સેક્શનમાં જઈને 'Get Aadhaar' વિકલ્પ હેઠળ 'Book an Appointment' પર ક્લિક કરો.
- Step 3: હવે ડ્રોપ-ડાઉન મેનુમાંથી તમારું શહેર અથવા લોકેશન પસંદ કરો અને 'Proceed to Book Appointment' બટન પર ક્લિક કરો.
- Step 4: ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો. તમારા મોબાઈલ પર આવેલો OTP નાખીને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
- Step 5: હવે 'Resident Type' (રહેવાસી પ્રકાર) પસંદ કરો અને માંગવામાં આવેલી જરૂરી વિગતો ભરો.
- Step 6: અહીં તમારે તમારો નવો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે, જે તમે આધાર સાથે લિંક કરવા માંગો છો.
- Step 7: વિગતો ભર્યા બાદ 'Next' પર ક્લિક કરો અને આધાર સેવા કેન્દ્રની મુલાકાત લેવા માટે તમારી અનુકૂળતા મુજબ તારીખ અને સમય પસંદ કરો.
- Step 8: છેલ્લે, ભરેલી તમામ વિગતો એકવાર ચકાસી લો અને 'Submit' બટન પર ક્લિક કરો.
- Step 9: ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુક કર્યા બાદ, પસંદ કરેલી તારીખ અને સમયે તમારે આધાર કેન્દ્રની મુલાકાત લેવી પડશે. ત્યાં હાજર કર્મચારી તમારી બાયોમેટ્રિક વિગતો ચકાસશે અને તમારા આધાર કાર્ડમાં નવો મોબાઈલ નંબર અપડેટ કરી દેશે.
