8th Pay Commission:શું 8માં પગાર પંચને ઈરાન યુદ્ધને લીધે ફટકો પડશે? શા માટે ઓચિંતા જ ચિંતા વધવા લાગી છે તે સમજો

8માં પગાર પંચની પ્રક્રિયા એવા સમયે ચાલી રહી છે કે જ્યારે પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે તણાવ સતત વધી રહ્યો છે.ક્રુડ ઓઈલની કિંમત,શિપિંગ ખર્ચ, મોંઘવારી,વિદેશી હૂંડિયામણ પર દબાણ છે.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Wed 13 May 2026 07:08 PM (IST)Updated: Wed 13 May 2026 07:09 PM (IST)
will-iran-war-affect-8th-pay-commission-timeline-and-recommendation-why-concern-suddenly-increased-among-government-employees-748977

8th Pay Commission: સરકારી કર્મચારીઓ 8માં પગાર પંચની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે ઈરાન યુદ્ધને લીધે વિશ્વસ્તરે તથા ભારતીય અર્થતંત્રમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિદેશી હૂંડિયામણની બચત માટે તાજેતરમાં જે અપીલ કરવામાં આવી છે તેને પગલે સરકારી કર્મચારીઓની ચિંતા વધી છે. એવી શક્યતા વહેતી થઈ છે કે 8માં પગાર પંચની ટાઈમલાઈન (8th Pay Commission Timeline)ને અસર થઈ શકે છે.

8માં પગાર પંચ અંગે છેલ્લામાં છેલ્લુ અપડેટ કયું છે

કેન્દ્ર સરકાર અગાઉથી જ સંસદમાં કહી ચુકી છે કે 8માં પગાર પંચ 50 લાખથી વધારે કેન્દ્રીય કર્મચારીઓ અને આશરે 69 લાખ પેન્શનર્સના પગાર, ભથ્થા અને પેન્શનને લગતા માળખામાં ફેરફાર પર કામ કરી રહ્યા છે.

સરકાર પગાર પંચની ટર્મ ઓફ રેફરન્સ એટલે કે ToRને મંજૂરી આપી ચુકી છે. અત્યારે પગાર પંચ અલગ-અલગ વિભાગો, કર્મચારી સંગઠનો તથા અન્ય હિતધારકો વચ્ચે વાતચીત કરી રહ્યા છે. આ ઉપરાંત ફિટમેન્ટ ફેક્ટર, 50 ટકા DA મર્જર તથા નવા પેન્શન ફોર્મ્યુલા જેવા મુદ્દા અંગે ચર્ચા થઈ રહી છે.

ઈરાન સંકટની પગાર પંચ પર અસર

8માં પગાર પંચની આ પ્રક્રિયા એવા સમયે ચાલી રહી છે કે જ્યારે પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે તણાવ સતત વધી રહ્યો છે. આ સંજોગોમાં ક્રુડ ઓઈલની કિંમત, શિપિંગ ખર્ચ, મોંઘવારી તથા વિદેશી હૂંડિયામણ પર ભારે દબાણ આવી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે.

આ દરમિયાન એવો પ્રશ્ન પણ સર્જાઈ રહ્યો છે કે શું સરકાર આ ભારે ખર્ચની સ્થિતિને હાલપુરતા ટાળી શકે છે. હવે આ મુદ્દો ત્યારે ચર્ચામાં આવ્યો છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ઈંધણની બચત કરવા, બિનજરૂરી વિદેશ યાત્રા નહીં કરવા તથા સોનાની ખરીદીથી બચવા અપીલ કરી છે.

તો શું 8માં પગાર પંચને લઈ વિલંબ થશે…

અત્યારે તો સરકાર તરફથી કોઈ એવા સંકેત આપવામાં આવ્યા નથી કે ઈરાન સંકટને લીધે 8માં પગાર પંચની પ્રક્રિયા ધીમી થઈ જશે અથવા તો ટળી જશે.

8મું પગાર પંચ અત્યારે વિવિધ બેઠકો યોજી રહ્યું છે, સમીક્ષા કરી રહ્યું છે તથા કર્મચારી સંગઠનો સાથે વાતચીત કરી રહ્યું છે. આગામી સમયમાં સરકારની કર્મચારી સંબંધિત નીતિ તથા પગાર પંચને લઈ વધુ ચિત્ર સ્પષ્ટ થાય તેવી શક્યતા છે.

તો ક્યારથી નવા પગાર પંચની ભલામણ લાગૂ થશે

સરકારે સંકેત આપ્યો છે કે સુધારવામાં આવેલ પગાર માળખુ 1લી જાન્યુઆરી 2026થી લાગુ થઈ શકે છે. જોકે અંતિમ ભલામણ વ્યાપક ચર્ચા વિચારણા તથા સમીક્ષા બાદ જ થશે.

કર્મચારી યુનિયો અગાઉથી જ પંચ સાથે અનેક તબક્કાની બેઠક યોજી ચુકી છે અને વિવિધ વિભાગ તથા કર્મચારી સંગઠન સતત આ અંગે સૂચનો અને મેમોરેન્ડમ મોકલી રહ્યા છે.