Bagdana Purnima (Poonam) List 2026: હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં પૂર્ણિમા (પૂનમ) નું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ રહેલું છે. આ પવિત્ર દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરવા અનેક યાત્રાધામોએ દર્શનાર્થે પહોંચતા હોય છે. જેમાંનું એક આસ્થાનું મોટું કેન્દ્ર એટલે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું બગદાણા ગામ. સંત શ્રી બજરંગદાસ બાપા (બાપા સીતારામ) ના આશ્રમ અને અન્નક્ષેત્ર માટે જાણીતું આ સ્થળ ભક્તોમાં 'બજરંગદાસ બાપાના બગદાણા' તરીકે વિખ્યાત છે.
બગદાણા ગુરુ આશ્રમ અને પૂનમનું મહત્વ
બગદાણા ગામમાં બજરંગદાસ બાપાનો પ્રખ્યાત 'ગુરૂ આશ્રમ' આવેલો છે. જે જગ્યાએ પ્રથમ માત્ર બાપાની એક નાની ઝુંપડી જ હતી, ત્યાં આજે ભવ્ય આશ્રમ શોભી રહ્યો છે. બાપાએ કોઈ પણ ભૂખ્યું ન સૂવે તે માટે શરૂ કરેલું અન્નક્ષેત્ર આજે પણ અવિરતપણે ચાલુ છે. દર પૂનમે અહીં આવતા તમામ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક ભોજન પ્રસાદની વિશાળ વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે અને હજારો સ્વયંસેવકો દ્વારા ઉત્તમ આયોજન કરવામાં આવે છે.
અનેક ભક્તો દર પૂનમે બગદાણા પગપાળા ચાલીને જવાની અથવા તો દર્શન કરવાની વિશેષ બાધા (માનતા) રાખતા હોય છે. પોતાની માનતા પૂરી કરવા તેમજ 'બાપા સીતારામ' ના નાદ સાથે આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો દૂર-દૂરથી પૂનમના દિવસે બગદાણા પહોંચે છે. દર વર્ષે ગુરુપૂર્ણિમા, બાપાની પુણ્યતિથિ અને નિયમિત પૂર્ણિમા પર અહીં હજારો-લાખો ભક્તો ઉમટી પડે છે.
બગદાણા પૂનમની યાદી 2026 | Bagdana Purnima (Poonam) List 2026
| માસ અને તિથિ | વાર | તારીખ | વિશેષ મહત્વ |
| પોષ સુદ પૂનમ | શનિવાર | 03/01/2026 | વર્ષની પ્રથમ પૂનમ |
| પોષ વદ ચોથ | મંગળવાર | 06/01/2026 | પુ. બાપાની 49મી પુણ્યતિથિ |
| મહા સુદ પૂનમ | રવિવાર | 01/02/2026 | મહા પૂનમ |
| ફાગણ સુદ પૂનમ | મંગળવાર | 03/03/2026 | હોળી / ફાગણી પૂનમ |
| ચૈત્ર સુદ પૂનમ | ગુરુવાર | 02/04/2026 | હનુમાન જયંતી |
| વૈશાખ સુદ પૂનમ | શુક્રવાર | 01/05/2026 | બુદ્ધ પૂર્ણિમા |
| અધિક જેઠ સુદ પૂનમ | રવિવાર | 31/05/2026 | અધિક માસ પૂનમ |
| નિજ જેઠ સુદ પૂનમ | સોમવાર | 29/06/2026 | જેઠ પૂનમ |
| અષાઢ સુદ પૂનમ | બુધવાર | 29/07/2026 | ગુરુ પૂર્ણિમા |
| શ્રાવણ સુદ પૂનમ | શુક્રવાર | 28/08/2026 | રક્ષાબંધન |
| ભાદરવા સુદ પૂનમ | શનિવાર | 26/09/2026 | ભાદરવી પૂનમ |
| આસો સુદ પૂનમ | સોમવાર | 26/10/2026 | શરદ પૂનમ |
| કારતક સુદ પૂનમ | મંગળવાર | 24/11/2026 | દેવ દિવાળી |
| માગશર સુદ પૂનમ | બુધવાર | 23/12/2026 | વર્ષની અંતિમ પૂનમ |
