Dwarkadhish Poonam List 2026: સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં પૂર્ણિમા (પૂનમ) ની તિથિનું અનેરું અને વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. હિન્દુ પંચાંગ મુજબ, શુક્લ પક્ષની અંતિમ તિથિ એટલે પૂનમ, જે નવા મહિનાની શરૂઆતનો સંકેત પણ આપે છે. આ પવિત્ર દિવસે ગંગા સ્નાન, દાન-ધર્મ અને અન્ય ધાર્મિક વિધિઓ કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ જ શ્રદ્ધા સાથે ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે દર પૂનમે લાખો ભક્તો ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે ઉમટી પડે છે.
વર્ષ 2026 માટે દ્વારકાધીશ પૂનમની યાદી
| તારીખ | દિવસ | પૂનમનું નામ |
| 3 જાન્યુઆરી, 2026 | શનિવાર | પોષ પૂનમ (પોષી પૂનમ / શાકંભરી પૂનમ) |
| 1 ફેબ્રુઆરી, 2026 | રવિવાર | માઘ પૂનમ (માઘી પૂનમ) |
| 3 માર્ચ, 2026 | મંગળવાર | ફાલ્ગુન પૂનમ (ફાગણ પૂનમ) |
| 2 એપ્રિલ, 2026 | ગુરુવાર | ચૈત્ર પૂનમ (ચૈત્રી પૂનમ) |
| 1 મે, 2026 | શુક્રવાર | વૈશાખ પૂનમ (બુદ્ધ પૂનમ) |
| 31 મે, 2026 | રવિવાર | જ્યેષ્ઠા અધિક પૂનમ |
| 29 જૂન, 2026 | સોમવાર | જ્યેષ્ઠા પૂનમ |
| 29 જુલાઈ, 2026 | બુધવાર | અષાઢ પૂનમ (ગુરુ પૂનમ) |
| 27 ઓગસ્ટ, 2026 | ગુરુવાર | શ્રાવણ પૂનમ (નારિયેળી પૂનમ) |
| 28 ઓગસ્ટ, 2026 | શુક્રવાર | શ્રાવણ પૂનમ (રક્ષાબંધન) |
| 26 સપ્ટેમ્બર, 2026 | શનિવાર | ભાદ્રપદ પૂનમ (ભાદરવી પૂનમ) |
| 25 ઓક્ટોબર, 2026 | રવિવાર | આસો પૂનમ (શરદ પૂનમ / કોજાગરી પૂનમ / રાસ પૂનમ) |
| 26 ઓક્ટોબર, 2026 | સોમવાર | આસો પૂનમ (શરદ પૂનમ / કોજાગરી પૂનમ / રાસ પૂનમ) |
| 24 નવેમ્બર, 2026 | મંગળવાર | કાર્તિક પૂનમ (કારતક પૂનમ) |
| 23 ડિસેમ્બર, 2026 | બુધવાર | માર્ગશીર્ષ પૂનમ (માગશર પૂનમ) |
દ્વારકાધીશ પૂનમની યાદી 2026

જગતમંદિરમાં પૂનમનું મહત્વ શું છે?
દ્વારકાના પવિત્ર જગતમંદિરમાં પૂનમના દિવસે વહેલી સવારથી જ દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળે છે. ઘણા શ્રદ્ધાળુઓ દર પૂનમે પગપાળા ચાલીને દ્વારકા જવાની અથવા અચૂક દર્શન કરવાની વિશેષ બાધા (માનતા) રાખતા હોય છે. આ દિવસે સમગ્ર દ્વારકા પંથક ભક્તિના રંગે રંગાઈ જાય છે અને મંદિર પરિસર 'જય રણછોડ, માખણચોર' તેમજ 'હાથી ઘોડા પાલકી... જય કનૈયા લાલ કી!' જેવા ગગનભેદી નારાઓથી ગૂંજી ઉઠે છે.
