SMC Recruitment 2026: સુરત મનપામાં 7 પોસ્ટ પર સીધી ભરતી માટે લેખિત પરીક્ષાની નવી તારીખ જાહેર, બે તબક્કામાં એક્ઝામ લેવાશે

સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ સીધી ભરતીની પરીક્ષાઓ 26 જુલાઈ અને 9 ઓગસ્ટ 2026 ના રોજ યોજાશે. લેબોરેટરી ટેકનીશીયન, ક્લાર્ક અને અન્ય સંવર્ગો માટેની વિગતો અહીં વાંચો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 14 Jul 2026 08:22 PM (IST)Updated: Tue, 14 Jul 2026 08:22 PM (IST)
surat-news-smc-recruitment-2026-new-exam-dated-announce-for-7-posts

SMC Recruitment Exam Dates: સુરત મહાનગર પાલિકા દ્વારા વિવિધ સંવર્ગોની જગ્યાએ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને અગાઉ પરીક્ષાની જાહેરાત કરાઈ હતી પરંતુ વહીવટી કારણોસર તે સમયે પરીક્ષા પાછી ઠેલવામાં આવી હતી. જો કે હવે મનપા દ્વારા સતાવાર પરીક્ષાની નવી તારીખો જાહેર કરી દેવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકામાં સરકારી નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા અને લાંબા સમયથી તૈયારી કરી રહેલા હજારો ઉમેદવારો માટે એક અતિ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ સંવર્ગોની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

અગાઉ આ પરીક્ષાઓ ચાલુ માસની 12 તારીખે યોજાવાની હતી, જેને અનિવાર્ય સંજોગોને કારણે પાછી ઠેલવામાં આવી હતી. હવે સુરત મહાનગરપાલિકાના ભરતી વિભાગ દ્વારા જારી કરાયેલી નવીનતમ માર્ગદર્શિકા અનુસાર, આ પરીક્ષાઓ આગામી 26 જુલાઈ 2026 અને 9 ઓગસ્ટ 2026 ના રોજ બે અલગ-અલગ તબક્કામાં આયોજિત કરવામાં આવશે.

લેખિત પરીક્ષાની તારીખ 26/07/2026:
1. લેબોરેટરી ટેકનીશીયન
2. કલાર્ક-III (ઓડીટ)

લેખિત પરીક્ષાની તારીખ 09/08/2026:
1. રેડીયોગ્રાફીક ટેકનીશીયન
2. પ્લાનીંગ આસીસ્ટન્ટ
3. મેડીકલ ઓફીસર
4. મેઇન્ટેનન્સ આસીસ્ટન્ટ (ઈલેકટ્રીકલ)
5. ટેકનીકલ આસીસ્ટન્ટ

 

naidunia_image

વધુમાં, આ યોજાનાર લેખિત પરીક્ષા સંદર્ભે પરીક્ષાનો સીલેબસ, પરીક્ષા અન્વયે ઉમેદવારો માટેની સુચના (FAQs) વિગેરે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર અગાઉ પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

આ ઉપરાંત પરીક્ષા માટે પરીક્ષા કેન્દ્રનું સ્થળ, સમય વિગેરે માહિતી ઉમેદવારોને ઓનલાઈન કોલ લેટર મારફત ટૂંક સમયમાં જણાવવામાં આવશે.

વધુમાં ઉમેદવારોને સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ પર Recruitment Dashboard માં નિયમિતપણે અપડેટ જોતા રહેવા અંગે ખાસ જણાવવામાં આવે છે.