Adipurush Worldwide Box office: ફિલ્મ 'આદિપુરુષ'ની ઓપનિંગ ડેના દિવસે જ સેન્ચુરી, જાણો કેટલી કરી કુલ કમાણી

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sat, 17 Jun 2023 04:18 PM (IST)Updated: Sat, 17 Jun 2023 04:18 PM (IST)
bollywood-adipurush-worldwide-box-office-day-1-collection-directed-by-om-raut-starrer-prabhas-kriti-sanon-saif-ali-khan-sunny-singh-devdatta-nage

Adipurush Worldwide Box office Day 1 Collection: સુપરસ્ટાર પ્રભાસ અને અભિનેત્રી કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ' સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ ડાયલોગ અને પાત્રોના લુકના કારણે ટ્રોલ પણ થઈ રહી છે. ઘણા વિવાદો વચ્ચે રિલીઝ થયેલી ફિલ્મ આદિપુરુષના પ્રથમ દિવસના કમાણીના આંકડા સામે આવી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ફિલ્મ આદિપુરુષએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વર્લ્ડવાઈડ કલેક્શનમાં ઈતિહાસ રચી દીધો છે. ફિલ્મે ગ્લોબલ બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે જ 140 કરોડ રૂપિયાનું કલેક્શન કરતા ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ ફિલ્મ આદિપુરુષ વર્લ્ડવાઈડ સૌથી મોટી ઓપનિંગ કરનારી પેન ઈન્ડિયા ફિલ્મ બની ગઈ છે. આદિપુરુષએ પઠાણ, કેજીએફ 2 અને વોર જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે.

સૈકનિલ્ક અનુસાર, ફિલ્મે ડોમેસ્ટીક બોક્સ ઓફિસ પર પ્રથમ દિવસે 95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. રિપોર્ટ પ્રમાણે, ફિલ્મે તેલુગુ વર્ઝનમાં સૌથી વધુ 58.5 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જ્યારે હિન્દીમાં 35 કરોડ રૂપિયા, મલયાલમમાં 40 લાખ રૂપિયા, તમિલમાં 70 લાખ રૂપિયા અને કન્નડમાં 40 લાખ રૂપિયાની કમાણી કરી છે.

ઓમ રાઉત નિર્દેશિત ફિલ્મ 'આદિપુરુષ'માં અભિનેતા પ્રભાસ ભગવાન રામના રોલમાં, માતા સીતાના રોલમાં કૃતિ સેનન ઉપરાંત સની સિંહ લક્ષ્મણના રોલમાં છે. સૈફ અલી ખાન રાવણના રોલમાં તેમજ દેવદત્ત ગજાનન હનુમાનજીના રોલમાં છે. આ ફિલ્મ હિંદી સિવાય તમિલ, તેલુગૂ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થઈ છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.