Dhurandhar Box Office Collection Day 5: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર' બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ગત શુક્રવારે (5 ડિસેમ્બર) રિલીઝ થયેલી આ ફિલ્મે માત્ર પાંચ દિવસમાં જ જબરદસ્ત કમાણી કરીને દર્શકો અને ક્રિટીક્સ બંનેના દિલ જીતી લીધા છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ સ્પાય એક્શન થ્રિલર ફિલ્મ વર્ષની સૌથી મોટી સફળ ફિલ્મોમાં સ્થાન પામી ચૂકી છે.
પાંચમા દિવસે અનોખો રેકોર્ડ
સામાન્ય રીતે સોમવાર પછી અઠવાડિયાના દિવસોમાં ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળતો હોય છે, પરંતુ 'ધુરંધર' ના કિસ્સામાં કંઈક ઉલટું જ જોવા મળ્યું છે. Sacnilk ના રિપોર્ટ અનુસાર, ફિલ્મે પાંચમા દિવસે (મંગળવારે) રાત્રે 10 વાગ્યા સુધીમાં 25.83 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ આંકડો સોમવારની કમાણી કરતાં વધુ છે, જે બોક્સ ઓફિસ પર એક દુર્લભ સિદ્ધિ ગણાય છે. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 152.08 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.
કમાણીના આંકડા પર એક નજર: ફિલ્મે બોક્સ ઓફિસ પર 28 કરોડ રૂપિયા સાથે શાનદાર ઓપનિંગ કર્યું હતું.
- શનિવાર: 32 Crore
- રવિવાર: 43 Crore (સૌથી વધુ સિંગલ-ડે કલેક્શન)
- સોમવાર: 23.25 Crore
- મંગળવાર: 25.83 Crore (અંદાજિત)
મોટી ફિલ્મોને રાખી પાછળ
રણવીર સિંહની આ ફિલ્મે માત્ર 5 દિવસમાં જ ચાલુ વર્ષની અનેક મોટી ફિલ્મોના લાઈફટાઈમ કલેક્શનના રેકોર્ડ તોડી નાખ્યા છે. જેમાં સલમાન ખાનની 'સિકંદર' (109.83 કરોડ), અક્ષય કુમારની 'સ્કાય ફોર્સ' (112.75 કરોડ) અને આયુષ્માન ખુરાનાની 'થામા' (134.78 કરોડ) નો સમાવેશ થાય છે.
સ્ટારકાસ્ટ અને મેકર્સ
જીયો સ્ટુડિયો અને B62 સ્ટુડિયોના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં રણવીર સિંહ ઉપરાંત અક્ષય ખન્ના, આર. માધવન, અર્જુન રામપાલ, સંજય દત્ત, સારા અર્જુન જેવા દિગ્ગજ કલાકારો છે. ફિલ્મના ડાયરેક્શન અને સ્ક્રીનપ્લેના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
સિક્વલની ટક્કર 'ટોક્સિક' સાથે
ફિલ્મની સફળતાની સાથે જ તેની સિક્વલની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. 'ધુરંધર 2' આવતા વર્ષે 19 માર્ચના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે. રસપ્રદ વાત એ છે કે, બોક્સ ઓફિસ પર તેની સીધી ટક્કર 'KGF' ફેમ યશની ફિલ્મ 'ટોક્સિક' સાથે થશે, જે 2026 ના શરૂઆતી ક્વાર્ટરને વધુ રોમાંચક બનાવશે.
