Dhurandhar Movie Review: રણવીર સિંહના પાવરફુલ ડાયલોગ્સ તો અક્ષય ખન્નાની 'ફાયર' એન્ટ્રી, જાણો દર્શકોને કેવી લાગી 'ધુરંધર'

દર્શકોના જણાવ્યા અનુસાર રણવીર સિંહ અભિનીત ધુરંધરની કહાણી અને ડાયલોગ્સ ખૂબ જ પાવરફુલ છે. ફિલ્મમાં અક્ષય ખન્નાની ભૂમિકા ખૂબ જ જબરદસ્ત છે. એક યુઝરે તો તેમને 'એકદમ રોકિંગ' ગણાવ્યા હતા.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Fri 05 Dec 2025 12:39 PM (IST)Updated: Fri 05 Dec 2025 12:39 PM (IST)
dhurandhar-movie-first-review-and-release-latest-updates-ranveer-singh-sanjay-dutt-arjun-rampal-akshaye-khanna-649955

Dhurandhar Movie Review: રણવીર સિંહની લેટેસ્ટ ફિલ્મ ધુરંધર સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ ફિલ્મને લઈને ઘણો બઝ બનેલો હતો. આ દરમિયાન વિવાદો થયા, ટીકાઓ થઈ, તેમ છતાં દર્શકોમાં ફિલ્મનો ક્રેઝ જળવાઈ રહ્યો હતો. હવે આખરે મોટા પડદા પર ધમાકેદાર એન્ટ્રી સાથે ફિલ્મે મોર્નિંગ શૉઝથી જ દર્શકોને આકર્ષિત કર્યા છે.

દર્શકોને કેવી લાગી 'ધુરંધર'

'ધુરંધર'નું નિર્દેશન આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ઘણા દિગ્ગજ કલાકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રણવીર સિંહ ઉપરાંત, ફિલ્મમાં આર માધવન, અક્ષય ખન્ના, સંજય દત્ત અને અર્જુન રામપાલ (Arjun Rampal) જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. દર્શકોના જણાવ્યા અનુસાર રણવીર સિંહ અભિનીત ધુરંધરની કહાણી અને ડાયલોગ્સ ખૂબ જ પાવરફુલ છે.

અક્ષય ખન્નાની 'ફાયર' એન્ટ્રી
ફિલ્મમાં અક્ષય ખન્નાની ભૂમિકા ખૂબ જ જબરદસ્ત છે. એક યુઝરે તો તેમને 'એકદમ રોકિંગ' ગણાવ્યા હતા. એક દર્શકે ટ્વિટ કર્યું કે અક્ષય ખન્નાનો કોઈ જવાબ નથી અને તે ફિલ્મમાં 'ફાયર' છે. દર્શકોના મતે અક્ષય ખન્ના બધાને સરપ્રાઈઝ કરી દેશે.

દર્શકો તરફથી 'સુપરહિટ'નો ટેગ
કેટલાક યુઝર્સે તો ફિલ્મને 'સુપરહિટ' જાહેર કરી દીધી છે. એક દર્શકે 'ધુરંધર'નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શૉ જોયા પછી કહ્યું કે ઓહ માય ગોડ, શું મૂવી છે. આ યુઝરે આ ફિલ્મ બનાવવા બદલ આદિત્ય ધરને સલામ કર્યા અને જણાવ્યું કે રણવીર સિંહ સત્તાવાર રીતે ધમાકેદાર વાપસી કરી રહ્યા છે. અમુક લોકોએ તો 'ધુરંધર'ને MEGA BLOCKBUSTER ગણાવીને 4.5 સ્ટારનું રેટિંગ આપ્યું છે.

ફિલ્મના ટેકનિકલ પાસાઓની ખૂબ પ્રશંસા થઈ છે. દર્શકો ફિલ્મના BGM, વાર્તા, પાત્ર અને ડાયરેકશનને ખૂબ પસંદ કરી રહ્યા છે. દર્શકોનો આ ક્રેઝ જોઈને લાગે છે કે ફિલ્મ પ્રથમ દિવસે ધાંસૂ ઓપનિંગ કરી શકે છે.