Kinjal Dave Net Worth: ગરબા ક્વિન તરીકે જાણીતી કિંજલ દવે ગુજરાતી લોક સંગીતમાં સૌથી લોકપ્રિય નામ છે. હાલમાં જ તેણે જોજોના ફાઉન્ડર ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. કિંજલ દવે ન માત્ર ગુજરાત પરંતુ દેશો-વિદેશમાં પણ શો કરે છે. 28 વર્ષની નાની ઉંમરમાં પોતાના કંઠથી તેણે ન માત્ર લોકોના દિલ જીત્યાં છે પરંતુ સારી એવી સંપત્તિ પણ ઉભી કરી છે. ચાલો જાણીએ સિંગર કિંજલ દવે કેટલા કરોડની માલિક છે.
કિંજલ દવેનો જન્મ 24 નવેમ્બર 1999 ના રોજ ગુજરાતના બનાસકાંઠામાં થયો હતો. મધ્યમ-વર્ગના પરિવારમાં ઉછરેલી કિંજલે નાની ઉંમરે જ સંગીતની શરૂઆત કરી દીધી હતી. કિંજલ દવેને સૌથી મોટી લોકપ્રિયતા ત્યારે મળી જ્યારે તેણે તેનું પ્રથમ હિટ ગીત "ચાર બંગડીવાળી ગાડી" રિલીઝ કર્યું. આ ગીત વાયરલ થયું અને તેમને ગુજરાતમાં ઘરે-ઘરે તે જાણીતી બની. આ ગીતની સફળતા પછી લેરી લાલા, છોટે રાજા અને બબ્બે રે બબ્બે જેવા ઘણા હિટ ગીતો આપ્યા. તેમના ગીતોએ યુટ્યુબ પર ઝડપથી લાખો વ્યૂઝ મેળવ્યા. 2020 સુધીમાં તે આધુનિક ગુજરાતી લોક સંગીતનો જાણીતો ચહેરો બની ગઈ.
કિંજલ દવેની સંપત્તિ
કિંજલ દવે સ્ટેજ શો, આલ્બમ્સ, યુટ્યુબ વ્યૂઝ અને જાહેરાતો દ્વારા કમાણી કરે છે. 2025 સુધીમાં કિંજલ દવેની કુલ સંપત્તિ 15 થી 20 કરોડ ની વચ્ચે હોવાનો અંદાજ છે. કિંજલ દવે લગ્નો, નવરાત્રી ઉત્સવો અને આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરફોર્મ કરે છે. દરેક પર્ફોર્મન્સ માટે તેઓ કથિત રીતે 5 થી 10 લાખ ફી લે છે. આ ઉપરાંત તે યુટ્યુબ ચેનલ પણ ચલાવે છે, જેમાંથી પણ તેને આવક થાય છે. ઉપરાંત કિંજલ દવે ફેશન, જ્વેલરી અને લાઇફસ્ટાઇલની બ્રાન્ડ્સ સાથે જાહેરાત પણ કરે છે. તે યુએસએ, યુકે, કેનેડામાં શો કરે છે, જે તેની આવકમાં મોટો ફાળો આપે છે.
આ પણ વાંચો
સંપત્તિ અને વૈભવી જીવનશૈલી
2025 સુધીમાં કિંજલ દવેએ રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું છે. તેની પાસે અમદાવાદમાં એક વૈભવી ઘર છે, જેની કિંમત લગભગ 3 કરોડ છે અને તેના વતન તથા નજીકના શહેરોમાં પણ વધારાના મિલકત રોકાણો ધરાવે છે. તેના કાર કલેક્શનમાં ટોયોટા ફોર્ચ્યુનર અને ઓડી Q7 જેવી લોકપ્રિય લક્ઝરી એસયુવીનો સમાવેશ થાય છે.
