Kinjal Dave Life:જાણીતિ ગાયિકા કિંજલ દવે(Kinjal Dave) ફરી ચર્ચામાં છે. તેણે એક જાણીતા બિઝનેસ મેન અને અભિનેતા ધ્રુવિનશાહ સાથે સગાઈ કરી છે. ધ્રુવિનશાહ JoJo Appનો ફાઉન્ડર પણ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કિંજલ દવે ખૂબ નાની ઉંમરે ગાવાની શરૂઆત કરી હતી અને 'ચાર બંગડી વાળી ગાડી'થી સમગ્ર દેશ-દુનિયામાં ખૂબ જ પ્રસિદ્ધિ મેળવી હતી.
કિંજલ દવેનો જન્મ 24મી નવેમ્બર 1998ના રોજ પાણ જિલ્લાના જેસંગપુરામાં થયો હતો. કિંજલ દવેએ ગુજરાતી ગીત જોનાડીયોથી શરૂઆત કરી હતી અને વર્ષ 2016માં ચાર્ટબસ્ટર ગીત ચાર ચાર બંગડીવાળી ગાડીથી ખૂબ જાણીતી થઈ હતી.
ધ્રુવિનશાહ સાથે સગાઉ તે અગાઉ વર્ષ 2018માં પવન જોષી સાથે તેની સગાઈ થઈ હતી અને આશરે 5 વર્ષ તેની સાથેની સગાઈ તૂટી ગઈ હતી. આ ઘટનાને બે વર્ષ બાદ ગઈકાલે એટલે કે 6 ડિસેમ્બર 2025ના રોજ તેણે ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે.
આ પણ વાંચો
ગુજરાતી ગીતોમાં કિંજલ દવેની કરિયર
કિંજલ દવેએ ચાર ચાર બંગડીવાળી ગાડી ઉપરાંત અન્ય કેટલાક ગુજરાતી લોકપ્રિય ગીતોથી ફેન્સના દિલ જીતી લીધા હતા. જેમાં
અમે ગુજરાતી લેરી લાલા, છોટે રાજા, ઘાતે તો ટે જીંદગી, તથા ગુજરાતી આરતી જય આધ્યશક્તિ, ધન છે ગુજરાત, માખણ ચોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વર્ષ 2018માં આવેલી ગુજરાતી ફિલ્મ દાદા હો દિકરીથી અભિનયની શરૂઆત કરી હતી. આ ઉપરાંત કિંજલ દવે નવરાત્રિ દરમિયાન દેશ-વિદેશમાં ગરબાઓ અને ધાર્મિક ગીતોથી પણ ખૂબ જ લોકપ્રિયતા મેળવેલી છે.
પુરસ્કાર અને સન્માન
કિંજલ દવેને મળેલી પ્રતિષ્ઠા ઉપરાંત સન્માનની વાત કરીએ તો તેને વર્ષ 2020માં સંગીત ક્ષેત્રનો ફીલિંગ્સ પ્રાઈડ ઓફ ઈન્ડિયા એવોર્ડ મળ્યો હતો.
