Kinjal Dave Viral Photos: લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવે અને બિઝનેસમેન-એક્ટર ધ્રુવિન શાહે તાજેતરમાં સગાઈ કર્યા બાદ, હવે આ કપલની રિલેશનશિપની શરૂઆતની કેટલીક જૂની અને યાદગાર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો દર્શાવે છે કે આ જોડી લાંબા સમયથી એકબીજા સાથે જોડાયેલી હતી.
કિંજલ દવે અને ધ્રુવિન શાહની તસવીરો વાયરલ
વાયરલ થયેલી તસવીરોમાંની એક તસવીરે ચાહકોનું ખાસ ધ્યાન ખેંચ્યું છે, જેમાં કિંજલ અને ધ્રુવિન શાહ એક ખાસ અવસર પર એટલે કે કિંજલ દવેના જન્મદિવસ પર (2025) હાર્ટ શેપવાળી કેક સાથે જોવા મળે છે. આ કેક પર 'Happy Birthday' લખેલું છે અને તેમા JoJo નો લોગો પણ જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં બંનેની કેમેસ્ટ્રી અને ખુશી સ્પષ્ટપણે જોઈ શકાય છે, જે દર્શાવે છે કે તેઓ સગાઈ પહેલાંથી જ ગાઢ સંબંધમાં હતા.
આ પણ વાંચો
કિંજલ દવે અને ધ્રુવિન શાહની સગાઇ
આ તસવીરોથી એ વાતની પુષ્ટિ થાય છે કે કિંજલ અને ધ્રુવિન માત્ર વ્યાવસાયિક રીતે જ નહીં, પરંતુ અંગત જીવનમાં પણ એકબીજાની નજીક હતા. કિંજલ દવે અને ધ્રુવિન શાહની સગાઈ 6 ડિસેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી, જે બાદ તેમના ચાહકો હવે તેમની જૂની યાદગાર ક્ષણોને પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
ફેન્સે શુભેચ્છાઓ પાઠવી
ચાહકો આ તસવીરો પર કોમેન્ટ કરીને કપલને શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને તેમના સંબંધોના આ સુંદર તબક્કાની પ્રશંસા કરી રહ્યા છે. આ વાયરલ તસવીરોએ કિંજલ-ધ્રુવિનની લવ સ્ટોરીને વધુ ચર્ચામાં લાવી દીધી છે.
