Ramayana Trailer Date: નમિત મલ્હોત્રા અને નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ માઇથોલોજિકલ ફિલ્મ રામાયણ (Ramayana)ને લઈને સિનેપ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અગાઉ 24 જુલાઈએ રિલીઝ થનારું ટ્રેલર કોઈ કારણોસર પાછું ઠેલવવામાં આવ્યું હતું, પરંતુ હવે મેકર્સે ચાહકોની આતુરતાનો અંત આણતા ટ્રેલરની નવી અને ઓફિશિયલ તારીખ જાહેર કરી દીધી છે.
બ્રહ્મ મુહૂર્તમાં થશે ટ્રેલરનું ધમાકેદાર આગમન
ફિલ્મ પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સ્પેશિયલ પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે- શુભ બ્રહ્મ મુહૂર્તમાં, 30 જુલાઈ 2026 (ગુરુવાર)ના રોજ સવારે 4:15 વાગ્યે વિશ્વભરમાં રામાયણના ટ્રેલરનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ.
મેકર્સના જણાવ્યા મુજબ, આ ટ્રેલરને ગ્લોબલ લેવલ પર ખૂબ મોટા પાયે રિલીઝ કરવાનું આયોજન હોવાથી ભારત સમય મુજબ સવારે 4:15 વાગ્યાનો પવિત્ર સમય પસંદ કરવામાં આવ્યો છે.
દિલ્હીમાં યોજાઈ હતી ગ્રાન્ડ ઈવેન્ટ
આ પહેલા દિલ્હીમાં ફિલ્મની આખી સ્ટારકાસ્ટની હાજરીમાં એક ભવ્ય ટ્રેલર લોન્ચ ઈવેન્ટ રાખવામાં આવી હતી. જેમાં રણબીર કપૂર, સાઈ પલ્લવી, યશ, સની દેઓલ, રવિ દુબે, રકુલ પ્રીત સિંહ, અરુણ ગોવિલ, કવિ કુમાર વિશ્વાસ સહિતના કલાકારો તેમજ નિતેશ તિવારી અને નમિત મલ્હોત્રા હાજર રહ્યા હતા.
બે ભાગમાં મોટા પડદે રજૂ થશે રામાયણ
દિગ્દર્શક નિતેશ તિવારીની આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થવાની છે.
- પહેલો ભાગ: દિવાળી 2026ના તહેવાર પર
- બીજો ભાગ: દિવાળી 2027ના તહેવાર પર
આ ફિલ્મમાં રણબીર કપૂર 'પ્રભુ શ્રીરામ', સાઈ પલ્લવી 'માતા સીતા', સની દેઓલ 'હનુમાનજી', યશ 'રાવણ' અને રવિ દુબે 'લક્ષ્મણ' ની ભૂમિકામાં જોવા મળશે. આશરે ₹4000 કરોડના બજેટ માં બની રહેલી આ ફિલ્મ ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોંઘી ફિલ્મોમાંથી એક માનવામાં આવે છે.
