Ahmedabad Election Result 2026: ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદમાં કેસરીયો રંગ વધુ ઘેરો બન્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ (BJP) સતત પાંચમી ટર્મમાં સત્તા જાળવી રાખીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. મંગળવારે જાહેર થયેલા પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે શહેરના મતદારોનો ભરોસો હજુ પણ ભાજપ પર અકબંધ છે. 48 વોર્ડની 192 બેઠકો માટે યોજાયેલા આ જંગમાં ભાજપે 160 બેઠકો કબજે કરીને વિપક્ષી છાવણીમાં સોપો પાડી દીધો છે.
અમદાવાદ બેઠકોનું ગણિત: કોને કેટલી મળી સફળતા?
ચૂંટણી પરિણામોના આંકડા મુજબ, અમદાવાદની જનતાએ ભાજપને ખોબલે ને ખોબલે મત આપ્યા છે. જોકે, આ વખતે કોંગ્રેસના દેખાવમાં પણ આંશિક સુધારો જોવા મળ્યો છે.
| વિગત | ભાજપ (BJP) | કોંગ્રેસ (INC) | અન્ય/અપક્ષ |
|---|---|---|---|
| કુલ બેઠકો (192) | 160 | 32 | 00 |
| પેનલ વિજય (વોર્ડ) | 38 વોર્ડ | 07 વોર્ડ | - |
| 2021ની સરખામણીએ | +01 બેઠક | +08 બેઠક | - |
