Gujarat News Today Live 6 August, 2026 : પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામના કુખ્યાત ડ્રગ પેડલર પિંટુ યાદવની 22.31 લાખની મિલકતો જપ્ત કરી ડ્રગ નેટવર્કના આર્થિક માળખા પર પ્રહાર કર્યો છે. SAFEMA હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આરોપીનું 15 લાખનું મકાન અને 3 વાહનો ટાંચમાં લેવામાં આવ્યા છે, જે છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં આ પ્રકારની પ્રથમ સફળતા છે. ડ્રગ્સના કાળા કારોબારમાંથી ઊભી કરેલી મિલકતો જપ્ત કરવાની આ ઝુંબેશ રાજ્યભરમાં ગુનેગારોની આર્થિક કમર તોડવા માટે અમલી બનાવાઈ છે.

સયાજી હોસ્પિટલમાંથી કોન્સ્ટેબલને ધક્કો મારીને દુષ્કર્મનો આરોપી ફરાર
વડોદરા શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરક્ષા વ્યવસ્થાને ફેલ કરીને સયાજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવેલો દુષ્કર્મનો એક ગંભીર ગુનાનો આરોપી પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો છે. હોસ્પિટલના સ્કિન વિભાગમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન આરોપી ફરજ પરના કોન્સ્ટેબલને ધક્કો મારીને ફરાર થઈ જતા પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
રાજકોટ લોકમેળો: સ્ટોલની હરાજી પૂર્ણ, તંત્રને રૂ. ૩ કરોડથી વધુની બમ્પર આવક
રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટો જેમાં આખો લોકો આ મેળાની મુલાકાત લેતા આવજો જેમાં વિવિધ સ્ટોલો પણ રાખવામાં આવે છે લોકમેળામાં 228 જેટલા ટોલ રાખવામાં આવે છે જેમાં પાણી પીને જ્ઞાની ચકેડી તેમજ મધ્યમ સક્રિય અને મોટી આઇસ્ક્રીમના ટોલ સહિતના સ્ટોલો રાખવામાં આવી છે.
કચ્છમાં ડ્રગ્સના ગુનાઓમાં પકડાયેલા આરોપીની મિલકતો જપ્ત
પૂર્વ કચ્છ પોલીસે ગાંધીધામના કુખ્યાત ડ્રગ પેડલર પિંટુ યાદવની 22.31 લાખની મિલકતો જપ્ત કરી ડ્રગ નેટવર્કના આર્થિક માળખા પર પ્રહાર કર્યો છે. SAFEMA હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આરોપીનું 15 લાખનું મકાન અને 3 વાહનો ટાંચમાં લેવામાં આવ્યા છે, જે છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં આ પ્રકારની પ્રથમ સફળતા છે. ડ્રગ્સના કાળા કારોબારમાંથી ઊભી કરેલી મિલકતો જપ્ત કરવાની આ ઝુંબેશ રાજ્યભરમાં ગુનેગારોની આર્થિક કમર તોડવા માટે અમલી બનાવાઈ છે.
સુરતમાં કાર ચાલકે ટક્કર મારતા મેડિકલની વિદ્યાર્થિનીનું મોત
સુરતના સિવિલ હોસ્પિટલ બ્રિજ પર એક અજાણ્યા કાર ચાલકે 22 વર્ષીય મેડિકલ વિદ્યાર્થિની સ્નેહા ઘોરીની મોપેડને ટક્કર મારી તેના શરીર પરથી ગાડી ચલાવી દેતા ગંભીર ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પીઠ પર ટાયરના નિશાન અને આંતરિક અંગોને થયેલ નુકસાન સાથે ભારે રક્તસ્ત્રાવની પુષ્ટિ કરવામાં આવી છે. ખટોદરા પોલીસે અજાણ્યા ચાલક સામે ગુનો નોંધી CCTV ફૂટેજ દ્વારા ફરાર આરોપીની ઓળખ કરવા તપાસ હાથ ધરી છે.
પાટણમાં ખાદ્ય તેલના ગેરકાયદે પેકિંગ એકમો પર દરોડા: રૂ.16.14 લાખનો જથ્થો જપ્ત
પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ જૂના અને વપરાયેલા 15 કિલોગ્રામના ટીનમાં ખાદ્ય તેલનું પુનઃ પેકિંગ કરતી બે પેઢીઓ પર દરોડા પાડી રૂ. 16,14,106ની કિંમતનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન સત્તાવાળાઓએ સ્થળ પરથી 433 જૂના ખાલી ટીન નષ્ટ કર્યા હતા અને ગુણવત્તાની તપાસ માટે 5 નમૂના એકત્ર કર્યા છે. ખાદ્ય સુરક્ષાના ધોરણોના ઉલ્લંઘન બદલ બંને એકમો સામે કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના વાસણામાં કારના બોનેટ પર બે મિત્રોને બેસાડી કર્યા જોખમી સ્ટંટ, પોલીસે કાર ચાલકની ધરપકડ
અમદાવાદના વાસણા વિસ્તારમાં ચાલુ કારના બોનેટ પર 2 મિત્રોને બેસાડી જોખમી સ્ટંટ કરનાર નિસર્ગ પટેલની પોલીસે ધરપકડ કરી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા વીડિયોના આધારે M ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર નંબર દ્વારા આરોપીની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટંટ સમયે યુવકો દારૂના નશામાં હતા કે કેમ તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.
અમરેલી જિલ્લામાં માર્ગ સલામતી માટે અનધિકૃત દબાણો દૂર કરવા ખાસ ઝુંબેશ હાથ ધરાશે
અમરેલી જિલ્લા માર્ગ સલામતી સમિતિએ રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરથી અનધિકૃત દબાણો અને ડિવાઈડરો હટાવવા માટે વ્યાપક ઝુંબેશ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ અભિયાન અંતર્ગત અકસ્માત સંભવિત 'બ્લેક સ્પોટ' પર રોડ એન્જિનિયરિંગમાં સુધારો કરવા ઉપરાંત વૃક્ષો અને વાહનો પર રેડિયમ રિફ્લેક્ટર લગાવવાની કામગીરી હાથ ધરાશે. પોલીસ અને RTO વિભાગ દ્વારા એસ.ટી. બસ ચાલકોની વ્યસન ચકાસણી અને ઓવરડાયમેન્શન વાહનોની સઘન તપાસ માટે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવશે.
વડોદરા: ગોત્રી સ્મશાન બહાર કચરાપેટીમાંથી સળગેલી હાલતમાં શંકાસ્પદ અવશેષો મળતા મચી ચકચાર
વડોદરા શહેરમાંથી એક ચોંકાવનારી અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. વડોદરાના પોશ વિસ્તાર ગણાતા ગોત્રી વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહની બહાર કચરાપેટીમાંથી સળગેલી હાલતમાં શંકાસ્પદ અવશેષો મળી આવતા સ્થાનિક રહીશોમાં ભારે ચકચાર મચી ગઈ છે. ગઈકાલે રાત્રે બનેલી આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળાં ભેગા થઈ ગયા હતા.
ગુજરાતની પંચાયતોમાં નાણાકીય ગેરરીતિ ડામવા 'એગ્ઝિટ કૉન્ફરન્સ' ફરજિયાત
ગુજરાત સરકારે પંચાયતી રાજ સંસ્થાઓમાં પારદર્શકતા લાવવા અને ભ્રષ્ટાચાર અટકાવવા માટે વાર્ષિક ઑડિટ પૂર્ણ થયા બાદ તુરંત જિલ્લા વિકાસ અધિકારીઓની અધ્યક્ષતામાં 'એગ્ઝિટ કૉન્ફરન્સ' યોજવાનું ફરજિયાત બનાવ્યું છે. આ નવી વ્યવસ્થા હેઠળ ઑડિટ દરમિયાન સામે આવેલી નાણાકીય ઉચાપત કે ગંભીર વહીવટી ક્ષતિઓ અંગે ડીડીઓ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક કાયદાકીય અને શિસ્તભંગના પગલાં ભરી શકશે. 28 જુલાઈ 2026ના રોજ જાહેર કરાયેલા આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી પ્રક્રિયામાં થતો વિલંબ ટાળી ગ્રામ્ય વિકાસ માટે ફાળવાયેલા જાહેર નાણાંનો સુરક્ષિત અને યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવાનો છે.
રાજપથ ક્લબ ધોલેરા એરપોર્ટ 'ઓક્સિજન પાર્ક અને વેલનેસ સેન્ટર' બનવાશે
અમદાવાદના રાજપથ ક્લબ લિમિટેડ દ્વારા તેની વાર્ષિક સામાન્ય સભા (AGM) માં સભ્યો અને ભાવિ વિકાસને ધ્યાનમાં રાખીને એક મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. એસ.જી. હાઈવે સ્થિત મુખ્ય ક્લબ અને વાયણાના રિસોર્ટ બાદ હવે ત્રીજા પ્રોજેક્ટ તરીકે ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટથી આશરે 15 કિ.મી. દૂર વટામણ ચોકડી પાસે ગોલાણા અને વારણા ગામ નજીક 300 વીઘા જમીન સંપાદિત કરવામાં આવી છે. અહીં પર્યાવરણના જતન અને સભ્યોના સ્વાસ્થ્ય માટે વિશાળ ગ્રીન બેલ્ટ સાથે 'રાજપથ ક્લબ ઓક્સિજન પાર્ક અને અત્યાધુનિક વેલનેસ સેન્ટર' વિકસાવવામાં આવશે.
ફેક વેબસાઈટથી ધાર્મિક સ્થળોએ રૂમ બુકિંગના નામે છેતરપિંડી કરતું દેશવ્યાપી રેકેટ ઝડપાયું
CID સાયબર સેલે દેશના જાણીતા પર્યટન અને ધાર્મિક સ્થળોની હોટેલો તથા ધર્મશાળાઓના ભળતા નામની બોગસ વેબસાઈટ બનાવી યાત્રીઓ સાથે ઓનલાઈન છેતરપિંડી કરતા દેશવ્યાપી રેકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ માત્ર 5 મોબાઈલનો ઉપયોગ કરીને 24 જેટલી ફેક વેબસાઈટ અને વેબપેજ બનાવ્યા હતા. તેઓ સોશિયલ મીડિયા અને ગૂગલ પર આ ભ્રામક લિંક્સ મૂકીને પ્રવાસીઓ પાસેથી બુકિંગ પેટે UPI મારફતે 1000 થી 5000 રૂપિયાની એડવાન્સ રકમ પડાવી લેતા અને પછી સંપર્ક કાપી નાખતા હતા. રકમ નાની હોવાથી ભોગ બનનાર મોટાભાગના લોકો FIR નોંધાવવાનું ટાળતા હતા, જેનો ફાયદો ઉઠાવીને આ નેટવર્ક ચલાવવામાં આવતું હતું; જોકે, સાયબર સેલને અત્યાર સુધીમાં આવી 12 જેટલી સત્તાવાર અરજીઓ મળી ચૂકી છે.