Gujarat Police Transfer: ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર, રાજ્યભરમાં 518 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરોની સાગમટે બદલી

40 થી વધુ પીઆઈને અમદાવાદ શહેરમાંથી સી.આઈ.ડી. ક્રાઈમ, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ઇન્ટેલિજન્સ બ્યુરો, અને અન્ય વિવિધ જિલ્લાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 26 Mar 2026 03:35 PM (IST)Updated: Thu 26 Mar 2026 03:35 PM (IST)
gujarat-police-transfer-news-518-police-inspectors-transferred-ahead-of-local-body-elections-715806

Gujarat Police Transfer: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ચહલ પહલ જોવા મળી રહી છે. ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા બઢતી પામેલા 254 પોલીસ ઇન્સ્પેક્ટરને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. ત્યારે 518 બિનહથિયારધારી પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. એકસાથે 500થી વધુ પી.આઇ.ની બદલી થતાં પોલીસ બેડામાં ભારે સળવળાટ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરો (PI)ની વ્યાપક બદલીઓ કરવામાં આવી છે, તેમાં 28 પીઆઈની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ વિભાગમાં બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 24 પીઆઇની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB)માં અને 23 પીઆઇની સી.આઈ.ડી. ક્રાઈમ વિભાગમાં બદલી કરવામાં આવી છે.

40 થી વધુ પીઆઈને અમદાવાદ શહેરમાંથી સી.આઈ.ડી. ક્રાઈમ, સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ઇન્ટેલિજન્સ બ્યુરો, અને અન્ય વિવિધ જિલ્લાઓમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સુરત શહેરમાંથી આશરે 30-35થી વધુ અધિકારીઓને નવસારી, ભાવનગર, પોરબંદર, ગીર સોમનાથ, સી.આઈ.ડી. ક્રાઈમ, અને સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ વગેરેમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. વ ડોદરા શહેરમાંથી આશરે 20 જેટલા પીઆઈની બદલી સુરત શહેર, ભાવનગર, જી.પી.એ. કરાઈ અને પંચમહાલમાં કરવામાં આવી છે.

254 પોલીસ ઇન્સ્પેક્ટરને નવા સ્થળે અપાયું પોસ્ટિંગ

ગુજરાતમાં આગામી એકાદ બે મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 યોજાનારી છે. જેને લઇને વહીવટી તંત્ર અને પોલીસ તંત્રમાં છેલ્લા કેટલાક સમયથી મોટા ફેરફાર જોવા મળી રહ્યાં છે. રાજ્યના પલીસ વડા દ્વારા 254 પોલીસ ઇન્સ્પેક્ટરના બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. પીએસઆઇમાંથી પીઆઇ બનેલા આ 254 અધિકારીઓને તાત્કાલિક નવી નિમણૂકના સ્થળે ફરજ પર હાજર થવા સૂચના આપવામાં આવી છે

વર્ગ-3 ના PSI (બિન-હથિયારી)ને વર્ગ-2 ના PI (બિન-હથિયારી) તરીકે બઢતી આપવામાં આવી હતી. જોકે લાંબા સમયથી પ્રમોશન પામેલા અધિકારીઓના પોસ્ટિંગની રાહ જોવામાં આવી રહી હતી. ત્યારે આજે એ 254 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. બઢતી પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી તેમની નવી નિમણૂકના સ્થળે કોઈપણ રજા ભોગવ્યા વિના હાજર થવાની કડક સૂચના અપાઈ છે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.