Amreli News: ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીના દ્વારા 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યકમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. જે 28 ઓક્ટોબરથી શરૂ થઈ 7 ફેબ્રુઆરી 2026 સુધી જાહેર થયો છે.
અમરેલી જિલ્લામાં સમાવિષ્ટ કુલ 5 વિધાનસભા મતદાર વિભાગ (94-ઘારી, 95-અમરેલી, 96-લાઠી, 97-સાવરકુંડલા તથા 98-રાજુલા)ના કૂલ 1271375 મતદારોના એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવામાં આવ્યું છે, જે પૈકી 8 લાખથી વધુ ફોર્મ બી.એલ.ઓ. દ્વારા પરત મેળવી તેમને ડિજિટાઇઝ કરવામાં આવેલ છે. આમ, આ કામગીરી અમરેલી જિલ્લામાં હાલ 64.17 % પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહેતા ફોર્મ પરત મેળવવાની કામગીરી ચાલુમાં છે. જે ફોર્મ સત્વરે પરત મેળવી તેને પણ ડિજિટાઇઝ કરવામાં આવશે.
આ ઉપરાંત જે મતદારોએ ફોર્મ પરત જમા કરાવેલ નથી, તેવા મતદારો પોતાના ફોર્મ આગામી 29 નવેમ્બર 2025 તથા 30 નવેમ્બર 2025ના રોજ સંબંધિત મામલતદાર કચેરીઓ ખાતે જમા કરાવી શકશે. વહીવટી તંત્ર તરફથી આ માટે મામલતદાર કચેરીઓ ખાતે જરૂરી વ્યવસ્થા કરવામાં આવનાર છે.
આથી અમરેલી જિલ્લાના સામાન્ય રહિશ હોય તેવા તમામ મતદારોને પોતાનું ફોર્મ સત્વરે જમા કરાવી BLOને સહકાર આપવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, અમરેલી દ્વારા અનુરોધ કરવામાં આવે છે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવ્યું છે.
