UpdatedIST

Ahmedabad: દેસાઈની પોળમાં બુથ કાર્યકરોને મળ્યા નીતિન નવીન, PM મોદીનો ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળ્યો

જ્યાં ભાજપનો પાયો નંખાયો એવા હેરિટેજ વિસ્તાર ખાડિયા ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને બુથ કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળ્યો.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 22 Feb 2026 04:37 PM (IST)Updated: Sun 22 Feb 2026 04:37 PM (IST)
gujarat-visit-nitin-naveen-watched-pm-modi-mann-ki-baat-at-desai-pol-in-ahmedabad-696668
HIGHLIGHTS
  • રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ
  • રહેવાસીઓ તથા કાર્યકર્તાઓના પરિવારજનોની મુલાકાત કરી
  • કાર્યકર્તાઓ સાથે PM મોદીનો ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળ્યો

Nitin Naveen Gujarat Visit: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત પ્રવાસના ત્રીજા દિવસે નીતિન નવીને અમદાવાદના ખાડિયા સ્થિત હેરિટેજના ઉત્તમ પ્રતીક સમી દેસાઈની પોળ મુલાકાત લીધી હતી. ઉપરાંત ભાજપના બુથ કાર્યકર્તાઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન સંવાદ કાર્યક્રમ ‘મન કી બાત‘ કાર્યક્રમનો 131 મો એપિસોડ નિહાળ્યો હતો.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને કાર્યકર્તાઓ સાથે બેસીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન સંવાદ કાર્યક્રમ ‘મન કી બાત‘ નિહાળ્યો હતો. આ તકે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર તથા શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ ઉપસ્થિત રહ્યા હતા.

નીતિન નવીને બુથના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા જણાવ્યું કે, આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભૂમિ પર કે જ્યાં ભાજપનો પાયો નંખાયો એવા હેરિટેજ વિસ્તાર ખાડિયા ખાતે ઉપસ્થિત રહી બુથના કાર્યકર્તાઓ સાથે ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળવાનો અનુભવ યાદગાર અને અવિસ્મરણીય છે. પ્રધાનમંત્રી મોદીનો ‘મન કી બાત‘ કાર્યક્રમનો સંવાદ હંમેશા પ્રેરણાદાયી હોય છે.

‘મન કી બાત‘ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ નીતિન નવીન પોળમાં ઉપસ્થિત રહેવાસીઓ તથા કાર્યકર્તાઓના પરિવારજનોને ખુબ ઉત્સાહ અને ઉમંગભેર મળ્યા અને નાગરિકોના અભિવાદનનો સ્વીકાર કર્યો હતો. આ તકે તેમણે ઉપસ્થિત સફાઈ કામદાર ભાઈને પોતાનો ખેસ પહેરાવીને તેમના સેવા ર્યની પ્રશંસા કરી સન્માન કર્યું હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને દેસાઈની પોળના ઘરોના દ્વાર પર તથા ઓટલા ઉપર તેમને આવકારવા ઉભેલા વૃદ્ધજનોને વંદન કરી આશીર્વચન મેળવ્યા હતા. આ તકે ઉપસ્થિત જનમેદનીએ નીતિન નવીનના આ નમ્રતાપૂર્ણ અને સાલસ વ્યવહારને ગગનભેદી જયઘોષ સાથે ઉત્સાહભેર વધાવી લીધો હતો.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, બુથ અધ્યક્ષ, વોર્ડ અધ્યક્ષ, શહેર અધ્યક્ષ, પ્રદેશ અધ્યક્ષ અને રાષ્ટ્રીય અધ્યક્ષ એક સાથે બેસીને આ પ્રકારે કાર્યક્રમ નિહાળે એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે. આજે બુથના કાર્યકર્તાઓ સાથે હેરિટેજ સિટી અમદાવાદની ઐતિહાસિક પોળ સંસ્કૃતિના સાનિધ્યમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત‘ કાર્યક્રમ નિહાળવાનો અનુભવ આનંદદાયી છે.