Gujarat Weather Today: આજે અમદાવાદમાં રાત્રીનો પારો 17 ડિગ્રી રહેશે, જાણો આગામી 4 દિવસમાં ઠંડી વધશે કે ઘટશે

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના પગલે આજે પણ રાત્રે ઠંડી યથાવત રહેશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 23 Nov 2026 06:00 AM (IST)Updated: Mon, 23 Nov 2026 06:00 AM (IST)
gujarat-weather-today-cold-conditions-may-ease-over-next-four-days-check-fourday-forecast

Gujarat Weather Today (23 November 2026) | આજનું હવામાન તાપમાન: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ધ્રુજાવી દે તેવી ઠંડી પડી છે. આજે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે. હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના તામપાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે ત્યારબાદ આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે અને ઠંડી ઘટી શકે છે. ગઇકાલે 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું.

રાજ્યના તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો વધારો થશે

હવામાન વિભાગ અનુસાર, આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જેના પગલે આજે પણ રાત્રે ઠંડી યથાવત રહેશે. જોકે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી સુધીનો વધારો થઇ શકે છે. જેના પગલે રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી અનુભવાતી ઠંડીમાં ઘટાડો જોવા મળી શકે છે. ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રીનો પારો ગગડ્યો હતો. 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે.

11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું

ગઇકાલે 22 નવેમ્બરના રોજ નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો 11 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ગાંધીનગરમાં 12.3, અમરેલીમાં 12.8, રાજકોટમાં 13.6, પોરબંદરમાં 14.1, મહુવામાં 14.3, વડોદરામાં 15.4, અમદાવાદમાં 15.5, સુરેન્દ્રનગરમાં 17, સુરતમાં 17.4, ભાવનગરમાં 17.6, કંડલા પોર્ટમાં 17.9, ભુજમાં 18.3, દ્વારકામાં 19.2, વેરાવળમાં 19.4, ઓખામાં 21.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

કયા શહેરમાં કેટલું રહ્યું મહત્તમ તાપમાન

મહત્તમ તાપમાનની વાત કરીએ તો સુરતમાં 34.3 ડિગ્રી, મહુવામાં 34.2, રાજકોટમાં 34, પોરબંદરમાં 33.2, નલિયામાં 33, અમરેલીમાં 32.7, વડોદરામાં 32.6, ડીસામાં 32.4, સુરેન્દ્રનગરમાં 32.4, કેશોદમાં 32.2, ભુજમાં 32, વલ્લભ વિદ્યાનગરમાં 31.9, અમદાવાદમાં 31.7, કંડલા પોર્ટમાં 31.5, દ્વારકામાં 31.4, વેરવાળમાં 31.4, ભાવનગરમાં 31.2, ગાંધીનગરમાં 31, ઓખામાં 30.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદનું આજનું હવામાન

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં આકાશ સામાન્ય રીતે સ્વચ્છ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી રહી શકે છે.

રાજકોટનું આજનું હવામાન

રાજકોટમાં આકાશ ચોખ્ખું રહેશે. મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી રહી શકે છે.

સુરતનું આજનું હવામાન

સુરતમાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી જ્યારે લઘુત્તમ તાપમન 19 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.

વડોદરાનું આજનું હવામાન

વડોદરામાં આંશિક રીતે વાદળછાયું વાતાવરણ રહેશે. શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રીની આસપાસ જ્યારે લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.