IEEE ગુજરાત સેક્શનની AGM 2025નું સિલ્વર ઓક યુનિવર્સિટીમાં સફળતાપૂર્વક આયોજન

AGM 2025 એ સભ્યો અને આમંત્રિતોને નેટવર્કિંગ અને વિચારોના વિનિમય માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Tue 09 Dec 2025 11:29 AM (IST)Updated: Tue 09 Dec 2025 11:29 AM (IST)
ieee-gujarat-section-agm-2025-successfully-organized-at-silver-oak-university-652153

Silver Oak University News: ઈલેક્ટ્રિકલ અને ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સની સંસ્થા (IEEE) ગુજરાત સેક્શન દ્વારા તેમની વાર્ષિક જનરલ મીટિંગ (AGM) 2025નું સફળ આયોજન તાજેતરમાં સિલ્વર ઓક યુનિવર્સિટી (SOU) ખાતે કરવામાં આવ્યું હતું. આ મહત્ત્વપૂર્ણ કાર્યક્રમમાં IEEE ગુજરાત સેક્શનના સભ્યો, આમંત્રિત પ્રતિનિધિઓ અને રાજ્યભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ તથા સંસ્થાઓના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.

વિરિષ્ઠ સભ્યો હાજર રહ્યા

આ પ્રસંગે IEEE ગુજરાત સેક્શનના વરિષ્ઠ સભ્યો દ્વારા વિવિધ મહત્ત્વના મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં ટેક્નિકલ પ્રવૃત્તિઓ, સ્ટુડન્ટ બ્રાન્ચ, પ્રોફેશનલ ચેપ્ટર્સની કામગીરી અને સભ્ય વિકાસ માટેની નવી પહેલોના અમલીકરણ અંગે ચર્ચા થઈ હતી.

'Slate 2026'નું સત્તાવાર અનાવરણ

કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણ નોમિનેશન કમિટી દ્વારા 'Slate 2026'નું સત્તાવાર અનાવરણ હતું. આ અનાવરણમાં IEEE ગુજરાત સેક્શનના આગામી નેતૃત્વ ટીમ માટે પ્રસ્તાવિત દ્રષ્ટિ અને ભવિષ્યલક્ષી આયોજન રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર સત્ર દરમિયાન સકારાત્મક ચર્ચાઓ અને સહયોગી તકનીકોના વિનિમય પર વિશેષ ભાર મૂકાયો હતો.

AGM 2025 એ સભ્યો અને આમંત્રિતોને નેટવર્કિંગ અને વિચારોના વિનિમય માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. સિલ્વર ઓક યુનિવર્સિટીએ કાર્યક્રમના સુવ્યવસ્થિત આયોજનમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપીને તેની સફળતા સુનિશ્ચિત કરી હતી.