Supreme Court: લાંબા સમયથી ચાલતા ભાડુઆત-માલિકના વિવાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ મકાનમાં ભાડુઆત તરીકે રહેતી હોય, તો લાંબા સમય સુધી ભાડૂઆત રહ્યા પછી પણ તે મકાનના માલિકી હકને પડકારી શકે નહીં.
કેસની વિગત અને વારસદારની દલીલ
આ કેસ મકાન માલિક કમલાબાઈ દ્વારા ભાડૂઆતને હાંકી કાઢવાના દાવા સાથે સંબંધિત હતો. કમલાબાઈના મૃત્યુ બાદ તેમના વારસદાર રામકૃષ્ણ દ્વારા ભાડુઆત સામે કેસ લડવામાં આવ્યો હતો.
ભાડુઆતનો દાવો:
ભાડુઆતે દાવો કર્યો હતો કે 1955-56 થી તેઓ મકાન માલિકના પુરોગામી રામકૃષ્ણ દાસના ભાડુઆત તરીકે અહીં રહે છે. ભાડુઆતે દાવો કર્યો હતો કે આ મકાન રામકૃષ્ણ પાસેથી મેળવેલી ભાડાની મિલકત છે, જેને તેઓ મિલકતના માલિકી હક સાથે વેચી કે અન્યથા ટ્રાન્સફર કરી શકે નહીં.
માલિકના વારસદારનો દાવો:
રામકૃષ્ણ દાસના પૌત્રે દલીલ કરી હતી કે તેમના પિતા કે દાદાએ ક્યારેય મકાન વેચવાનો કે અન્ય કોઈ વ્યવસાય કરવાનો ઈન્કાર કર્યો નથી. ભાડૂઆત માત્ર 25 રૂપિયાના ભાડા માટે અહીં રહે છે અને રામકૃષ્ણ દાસ માત્ર મકાનના ટ્રસ્ટી છે.
સુપ્રીમ કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ ચુકાદો આપતી વખતે નીચલી અદાલતોના ચુકાદાઓ અને પુરાવા પર ગહન વિચારણા કરી હતી. કોર્ટે નોંધ્યું કે ભાડુઆતે માલિકીને પડકારવા માટે મિલકત ખરીદવા અંગેના કે ભાડુઆત હોવાના વિવાદિત પુરાવા રજૂ કર્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વારસદાર રામકૃષ્ણ દાસના ટાઇટલ ડિડ્સ ક્યારે રદ થયા નથી. લાંબા સમયથી મકાનમાં રહેવાથી ભાડુઆતને માલિકીનો હક મળી જતો નથી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો ભાડુઆત મિલકતના માલિકી હકને પડકારવો હોય તો 2015ના ઓર્ડર પહેલા જ પડકારવો જોઈતો હતો. હવે તે માલિકીના અધિકારને પડકાર આપી શકે નહીં. આ ચુકાદાથી એ સાબિત થયું કે ભાડુઆત ક્યારેય મકાનના માલિકી હકનો દાવો કરી શકે નહીં, અને સુપ્રીમ કોર્ટે માલિક રામકૃષ્ણના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.
