Special Train: આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને જૈન તીર્થધામ પાલીતાણા ખાતે યોજાનારી “ફાગણ ફેરી” અને ઉત્તર ભારતના મોટા તહેવાર હોળી નિમિત્તે થતી ભીડને પહોંચી વળવા માટે ત્રણ મહત્વના રૂટ પર વિશેષ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ, આ ટ્રેનોથી લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને રાહત મળશે.
પાલીતાણા–બાંદ્રા ટર્મિનસ “ફાગણ ફેરી” સુપરફાસ્ટ સ્પેશિયલ
- પાલીતાણામાં ફાગણ સુદ તેરસના દિવસે યોજાતી છ ગાઉની પ્રદક્ષિણા (ફાગણ ફેરી) માટે મુંબઈથી આવતા શ્રદ્ધાળુઓ માટે આ ટ્રેન દોડશે.
- ટ્રેન નંબર 09023 (બાંદ્રા–પાલીતાણા): 27 ફેબ્રુઆરી 2026ના રોજ બાંદ્રાથી રાત્રે 9:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે બપોરે 12:00 કલાકે પાલીતાણા પહોંચશે.
- ટ્રેન નંબર 09024 (પાલીતાણા–બાંદ્રા): 01 માર્ચ 2026ના રોજ પાલીતાણાથી રાત્રે 8:00 કલાકે ઉપડશે, જે બીજા દિવસે બપોરે 12:00 કલાકે બાંદ્રા પહોંચશે.
- રૂટ અને સ્ટોપેજ: બોરીવલી, વાપી, વલસાડ, સુરત, વડોદરા, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર.
- બુકિંગ: આ ટ્રેન માટે ટિકિટ બુકિંગ 21 ફેબ્રુઆરી 2026થી શરૂ થઈ ગયું છે.
સાબરમતી–હરિદ્વાર હોળી સ્પેશિયલ (10 ફેરા)
- હોળીના પર્વ પર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ તરફ જતા મુસાફરો માટે સાબરમતીથી હરિદ્વારની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.
- ટ્રેન નંબર 09425 (સાબરમતી–હરિદ્વાર): 23 ફેબ્રુઆરી અને 2, 9, 16, 23 માર્ચના રોજ સાંજે 6:45 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 09426 (હરિદ્વાર–સાબરમતી): 24 ફેબ્રુઆરી અને 3, 10, 17, 24 માર્ચના રોજ રાત્રે 9:45 કલાકે ઉપડશે.
- મહત્વના સ્ટેશનો: મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, દિલ્હી કૅન્ટ અને રૂરકી.
- બુકિંગ: આ ટ્રેનનું બુકિંગ પણ 21 ફેબ્રુઆરી 2026થી શરૂ કરવામાં આવ્યું છે.
અસારવા–આગ્રા કૅન્ટ દૈનિક સ્પેશિયલ (60 ફેરા)
- અમદાવાદના અસારવા સ્ટેશનથી તાજમહેલની નગરી આગ્રા સુધી મુસાફરો માટે લાંબા ગાળાની વ્યવસ્થા કરવામાં આવી છે.
- ટ્રેન નંબર 01920 (અસારવા–આગ્રા કૅન્ટ): 19 ફેબ્રુઆરીથી 30 માર્ચ સુધી (મંગળવાર અને બુધવાર સિવાય) દરરોજ બપોરે 2:50 કલાકે ઉપડશે.
- ટ્રેન નંબર 01919 (આગ્રા કૅન્ટ–અસારવા): 18 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી (સોમવાર અને મંગળવાર સિવાય) સાંજે 6:10 કલાકે ઉપડશે.
- માર્ગ: હિંમતનગર, ડુંગરપુર, ઉદયપુર સિટી, ચંદેરિયા, બૂંધી, સવાઈ માધોપુર અને ફતેહપુર સીકરી.
- નોંધ: આ ટ્રેનનું બુકિંગ હાલમાં ચાલુ છે.
મુસાફરો માટે વિશેષ સુવિધાઓ
- આ તમામ સ્પેશિયલ ટ્રેનોમાં મુસાફરોની પસંદગી મુજબના કોચ રાખવામાં આવ્યા છે:
- શ્રેણી: સેકન્ડ એસી (2-Tier), થર્ડ એસી (3-Tier), સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ.
- માહિતી: ટ્રેનનો ચોક્કસ સમય અને કોચની સ્થિતિ જાણવા માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in પર લોગઈન કરી શકે છે.
રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તહેવારોના સમયે ટિકિટની ભારે માંગને જોતા વહેલી તકે બુકિંગ કરાવી લેવું, જેથી મુસાફરીમાં કોઈ અડચણ ન આવે.
