Ahmedabad: સાણંદ-જખવાડા રેલવે રૂટના 7 ફાટક 8મી ઓગસ્ટે બંધ રહેશે, વાહનચાલકોને વૈકલ્પિક રુટનો ઉપયોગ કરવા અપીલ કરાઈ, જાણો

અમદાવાદ મંડળ દ્વારા સાણંદ-જખવાડા રેલ્વે રૂટ પર નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે 8 ઓગસ્ટે સવારે 5થી રાત્રે 8 વાગ્યા સુધી 7 રેલ્વે ફાટક બંધ રહેશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 06 Aug 2026 12:45 PM (IST)Updated: Thu, 06 Aug 2026 12:45 PM (IST)
sanand-jakhwada-railway-route-7-level-crossings-closed-on-8-august-non-interlocking-work

Ahmedabad News: અમદાવાદ મંડળ દ્વારા સાણંદ-જખવાડા રેલ્વે રુટ પર નોન ઇન્ટરલોકિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સિગ્નલિંગ અને ટ્રેન સુરક્ષા સંબંધિત કામગીરીને પગલે 8 ઓગસ્ટ શનિવારના રોજ સવારે 5 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી એટલે કે કુલ 15 કલાક આ રુટ પરના 7 રેલ્વે ફાટક વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

રેલ્વે વિભાગ પાસેથી વિગત મુજબ, નોન ઇન્ટરલોકિંગ કાર્ય રેલ્વેના ટ્રેક સિસ્ટમ અને સિગ્નલિંગને વધારે સુરક્ષિત અને આધુનિક બનાવવાનો એક મહત્વનો ભાગ છે. આ કામગીરી પૂરી થયા પછી ટ્રેન સંચાલનમાં વધારે સલામતી, વિશ્વસનીયતા સુનિશ્ચિત થશે

બંધ રહેનારા રેલવે ફાટકની વિગત:

  • સાણંદ - છારોડી વચ્ચે: ફાટક નં. 23, 24 અને 25
  • છારોડી - વિરોચનનગર વચ્ચે: ફાટક નં. 33 અને 34
  • વિરોચનનગર - જખવાડા વચ્ચે: ફાટક નં. 36
  • જખવાડા યાર્ડ: ફાટક નં. 37

વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ

પશ્ચિમ રેલ્વે દ્વારા સ્થાનિક વાહનચાલકો અને મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. આ 15 કલાક દરમિયાન ટ્રેન વ્યવહાર સુરક્ષિત રીતે ચાલી શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બંધ દરમિયાન લેવલ ક્રોસિંગ પરથી લોકોએ પસાર થવાનો પ્રયાસ ન કરવો અને ટ્રાફિક અને રેલવે તંત્રની સૂચનાઓનું પાલન કરવા અંગે પણ વિનંતી કરી છે.