UpdatedIST

SIR Works Gujarat: મતદાર યાદીમાં વાંધા-દાવાઓ રજૂ કરવાની મુદ્દત પૂર્ણ, 14.70 લાખ મળેલા ફોર્મનો 10 ફેબ્રુઆરી સુધીમાં નિકાલ કરાશે

ગુજરાતભરમાંથી 7,25,920 ફોર્મ નંબર 6 મળ્યા, જ્યારે 1,83,235 ફોર્મ નંબર 7 મળ્યા

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 31 Jan 2026 10:17 PM (IST)Updated: Sat 31 Jan 2026 10:17 PM (IST)
sir-works-14-70-lakh-claims-and-objections-received-in-gujarat-voter-list-revision-683247
HIGHLIGHTS
  • ગુજરાતભરમાંથી કુલ 5,60,970 ફોર્મ નંબર 8 મળ્યા

SIR Works Gujarat: ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર, ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી.

મુસદ્દા યાદીમાં નાગરિકો પોતાના દાવાઓ અને વાંધાઓ રજૂ કરી શકે તે માટે અગાઉ તા. 18.01.2026ની સમયસીમા રખાઈ હતી જે બાદમાં ભારતના ચૂંટણીપંચે 30.01.2026 નિર્ધારીત કરી હતી.

આ સમયગાળા દરમિયાન રાજ્યભરમાંથી નાગરિકો તરફથી કુલ 14,70,125 ફોર્મ્સ મળ્યા છે. જેમાં ફોર્મ નં 6ની કુલ સંખ્યા 7,25,920 છે, ફોર્મ નં 7ની કુલ સંખ્યા 1,83,235 છે જ્યારે ફોર્મ નં 8ની કુલ સંખ્યા 5,60,970 છે. જિલ્લાવાર મળેલા ફોર્મ્સની યાદી નીચે પ્રમાણે છે.

ભારતના ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવેલા હેતુ ‘પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતો મતદાર સામેલ ન થાય’ને સિદ્ધ કરવા માટે રાજ્યભરના મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ આ તમામ ફોર્મની ચકાસણી કરીને આગામી 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં નિકાલ કરશે.

ઉલ્લેખનીય છે કે, કોઈપણ કારણોસર જો રાજ્યના કોઈપણ નાગરિકો ફોર્મ ભરવામાં કે પછી તેને જમા કરાવવાનું ચૂકી ગયા હોય કે પછી મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં ન જોડાઈ શક્યા હોય તો આગામી સમયમાં સતત સુધારણા અંતર્ગત તેઓ ફોર્મ ભરી શકશે અને મતદાર યાદીમાં તેમનું નામ ઉમેરવું, રદ્દ કરવું કે સ્થળાંતર સહિતના ફેરફાર કરાવી શકશે.

No.District NameForm No. 6Form No. 7Form No. 8Total Forms Received
1Ahmedabad110,21934,00871,857216,084
2Surat66,13111,67253,350131,153
3Anand21,45140,60716,73278,790
4Rajkot35,0502,24234,85772,149
5Bhavnagar31,0731,57930,46463,116
6Vadodara33,1602,06723,59558,822
7Kachchh29,0353,09722,08954,221
8Kheda20,83814,54918,29253,679
9Gandhinagar22,4849,02819,33750,849
10Banaskantha25,7092,78418,57347,066
11Mahesana22,2571,98218,90743,146
12Panchmahal23,0021,68018,08042,762
13Dahod23,01910,1829,49442,695
14Junagadh20,7632,81516,53940,117
15Patan13,53513,12111,54338,199
16Jamnagar20,0191,38116,51837,918
17Surendranagar18,3431,47216,30436,119
18Bharuch15,6256,45710,56332,645
19Sabarkantha16,5721,41414,48832,474
20Amreli16,09073312,91029,733
21Gir Somnath13,7321,18914,47129,392
22Morbi13,6351,16914,25829,062
23Valsad15,0463,59910,26928,914
24Navsari10,8007,6199,04127,460
25Mahisagar11,25293310,27222,457
26Arvalli11,7036838,67321,059
27Chhota Udepur14,5179924,78420,293
28Botad10,2877687,90718,962
29Porbandar8,7065137,76016,979
30Devbhumi Dwarka7,9508545,55914,363
31Tapi5,0974862,5138,096
32Narmada4,4732482,6767,397
33Dangs2,804551,1424,001
TOTAL725,920183,235560,9701,470,125