Amreli: ચિત્તલ ગામમાં ખેતર ખેડતા પિતાના ટ્રેક્ટર નીચે ચગદાઈ જતાં પુત્રનું કમકમાટીભર્યું મોત

પિતા ટ્રેક્ટર ચલાવતા હતા, ત્યારે પાછળ બાંધેલી રાપ પર બેઠેલો જગદીશ અચાનક નીચે પટકાયો હતો. પુત્ર ટ્રેક્ટર અને રાપની વચ્ચે આવી જતાં લોહીલુહાણ થઈ ગયો

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sun 07 Dec 2025 07:30 PM (IST)Updated: Sun 07 Dec 2025 07:30 PM (IST)
amreli-news-son-dead-crushed-by-tractor-in-front-of-father-651222
HIGHLIGHTS
  • ખેડૂત પરિવારમાં માતમ છવાયો

Amreli: અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાં એક અરેરાટીજનક બનાવ સામે આવ્યો છે. જેમાં ખેતર ખેડતાં પિતાના ટ્રેક્ટર નીચે ચગદાઈ જવાથી પુત્રનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

અમરેલીના ચિતલ ગામે ખેતર ખેડતી વેળાએ 4 વર્ષનો બાળક ટ્રેક્ટર અને રાપ વચ્ચે આવી જતાં ઈજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બાળકે દમ તોડી દેતાં ખેતમજૂર પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ મધ્ય પ્રદેશના વતની જગદીશભાઈ અમરશીભાઈ મીનાવા હાલ અમરેલી જિલ્લાના ચિત્તલ ગામમાં આવેલ હસમુખભાઈ પટેલની વાડીમાં ખેતમજૂરી કરી છે.

જગદીશભાઈ પોતાના 4 વર્ષીય પુત્ર મહેશને ટ્રેક્ટરની પાછળ બાંધેલી રાપ પર બેસાડીને ખેતર ખેડી રહ્યા હતા. આ દરમિયાન અકસ્માતે જગદીશ નીચે પટકાયો હતો અને ટ્રેક્ટર અને રાપ વચ્ચે ફસાઈ ગયો હતો.

આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત જગદીશને લોહીલુહાણ હાલતમાં સૌ પ્રથમ અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત નાજુક જણાતા તેને રાજકોટ સિવિલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન જગદીશનું મોત નીપજતાં મીનાવા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.