Amreli: અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિરમાંથી કોંગો ફીવરનો એક શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગમાં હલચલ મચી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, સાવરકુંડલાના માનવ મંદિરમાં રહેતા એક વિદ્યાર્થીમાં કોંગો ફીવરના શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા. જેને પગલે વહીવટી તંત્ર તાત્કાલિક સક્રિય થયું હતું. ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીને વધુ સારવાર અર્થે તાત્કાલિક અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો
વિદ્યાર્થીના બ્લડ સેમ્પલ તાત્કાલિક ધોરણે લેવામાં આવ્યા છે અને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જ કોંગો ફીવરની સત્તાવાર પુષ્ટિ થઈ શકશે.
કોંગો ફીવર પશુઓ થકી ફેલાતો હોવાથી, બપોર બાદ પશુ વિભાગની એક ટીમ પણ માનવ મંદિર પહોંચીને સંસ્થાની ગૌશાળામાં રહેતા તમામ પશુઓની સઘન તપાસ હાથ ધરી હતી.
