Gujarat Dams Status: ગુજરાતના જળાશયોમાં પાણીની હેલી, 15 ડેમ છલોછલ; 22 ડેમ ‘હાઈએલર્ટ’ પર

નવા નીરની આવક વચ્ચે સરદાર સરોવર નર્મદા ડેમ 74.46 ટકા ભરાયો છે. જાણો તમામ ડેમની હાલની સ્થિતિ.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 01 Aug 2026 12:27 PM (IST)Updated: Sat, 01 Aug 2026 12:27 PM (IST)
gujarat-dam-current-status-1-august-amreli-dhatarvadi-water-level-22-dams-on-high-alert
Gujarat Dams Status, 1 August

Gujarat Dams Status, 1 August: ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 64.76% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ ભારે વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ સહિતના તમામ મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ રાજ્યના 22 ડેમ હાઈએલર્ટ પર છે.

સરદાર સરોવર ડેમની સ્થિતિ (Sardar Sarovar Dam)

સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અહેવાલ મુજબ, 1 ઓગસ્ટની સવાર સુધીમાં નર્મદા ડેમ 64.76% ભરાઈ ગયો છે. ડેમમાં હાલ 2,48,755 mcft પાણીનો સંગ્રહ છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે ડેમમાં 1,15,554 ક્યુસેક પાણીની આવક (Inflow) થઈ રહી છે, જેની સામે માત્ર 624 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

અન્ય ડેમોની સ્થિતિ-જળસપાટી (Gujarat Dam Status)

રાજ્યના અન્ય 206 જળાશયોની સ્થિતિ જોઈએ તો, તેમાં કુલ સંગ્રહ ક્ષમતાના 49.19% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આંકડાકીય વિગતો મુજબ:

ભરાયેલ ટકાવારી શ્રેણી ડેમની સંખ્યા
100% ભરાયેલ 15
70% થી 100% વચ્ચે ભરાયેલ 26
50% થી 70% વચ્ચે ભરાયેલ 31
25% થી 50% વચ્ચે ભરાયેલ 52
25% થી નીચે ભરાયેલ 82
કુલ (અન્ય જળાશયો) 206

કયા ડેમ પર હાઈ એલર્ટ? (Dam Alert and Warning)

પાણીની સતત આવકને જોતા તંત્ર દ્વારા 22 ડેમો માટે ‘હાઈ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમરેલીના ધાતરવડી અને સુરજવાડી, ભરૂચના પિગુત અને બલદેવા, ભાવનગરનો શેત્રુંજી અને મહુવાનો માલણ ડેમ તેમજ નવસારીના ઝુઝ અને કેલિયા જેવા ડેમોનો સમાવેશ થાય છે, જે 100 ટકા ભરાઈ ગયા છે. આ ઉપરાંત 8 ડેમ માટે ‘એલર્ટ’ અને 11 ડેમ માટે ‘વોર્નિંગ’ જારી કરવામાં આવી છે.

એલર્ટનો પ્રકાર ડેમની સંખ્યા
હાઈ એલર્ટ (High Alert) 22
એલર્ટ (Alert) 08
વોર્નિંગ (Warning) 11

રાજ્યમાં વરસાદની સ્થિતિ (Gujarat Rain Report)

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91.35% વરસાદ નોંધાયો છે, જેના કારણે ત્યાંના જળાશયોમાં પાણીની આવક સૌથી વધુ છે. તેની સરખામણીએ કચ્છમાં અત્યાર સુધી માત્ર 20.67% વરસાદ જ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 79.84 મીમી વરસાદ પડ્યો છે, જેમાં સુરતના અંબિકા તાલુકામાં સૌથી વધુ 22.24 ઇંચ વરસાદ ખાબક્યો છે.

નાગરિકો જોગ તંત્ર દ્વારા ખાસ સૂચના

ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી વહીવટી તંત્ર દ્વારા નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને નદી પટમાં ન જવા અને સતર્ક રહેવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. વધુમાં, વહીવટી તંત્ર દ્વારા તમામ હાઈ એલર્ટ અને એલર્ટ વાળા જળાશયો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

મુખ્ય ડેમોની સ્થિતિ (Major Dam Status)

ડેમનું નામ સંપૂર્ણ સપાટી (FRL in Feet) હાલની સપાટી (PWL in Feet) ભરાયેલ ટકાવારી (%)
સરદાર સરોવર (નર્મદા) 454.98 428.24 74.46%
શેત્રુંજી 182.00 182.18 100.00%
મચ્છુ - II 188.00 187.46 96.75%
સુખી 485.00 480.77 82.68%
કરજણ 378.00 350.06 60.06%
પાનમ 418.00 403.05 55.19%
દમણગંગા 262.00 241.30 52.34%
ઉકાઈ 345.00 320.32 50.48%
ધરોઈ 622.00 605.62 46.97%
કડાણા 419.00 393.17 46.20%