Amreli News: અમરેલી જિલ્લાના વડિયા ગામ પાસે શુક્રવારે રાત્રિના સમયે એક દુઃખદ ઘટના બની હતી, જેમાં વેરાવળ-બાંદ્રા ટ્રેનની અડફેટે આવી જવાથી એક સિંહણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જ્યારે તેના અન્ય સિંહબાળનો આબાદ બચાવ થયો હતો.
અકસ્માતની વિગતો
અમરેલી તાલુકાના પ્રાકૃતિક વિસ્તાર વડિયામાં આ ઘટના બની હતી. વડિયા પાસે રાત્રે 9.40 કલાકે આ ઘટના બની. ટ્રેન પાટા પરથી પસાર થઈ રહી હતી, ત્યારે સિંહણ તેના બચ્ચાઓ સાથે પાટા પરથી પસાર થઈ રહી હતી અને સિંહણ ટ્રેનની અડફેટે આવી ગઈ. સિંહણની ગંભીર સ્થિતિ જોઈને વન વિભાગના અધિકારીઓએ તેને સારવાર માટે કેશોદ એમ્બ્યુલન્સમાં મોકલી આપી હતી. સિંહણ અકસ્માતને કારણે ટ્રેનને એક કલાક સુધી રોકી રાખવાની ફરજ પડી હતી. ત્યારબાદ વન વિભાગની મંજૂરી મળતાં ટ્રેન આગળ રવાના થઈ હતી.
આ પણ વાંચો
વન વિભાગની કાર્યવાહી
વન વિભાગ અને સરકારી તંત્ર દ્વારા સિંહણને બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. ઈજાગ્રસ્ત સિંહણ અને અન્ય સિંહબાળોને બચાવવા માટે વન વિભાગ અને સરકારે ખાસ વ્યવસ્થા કરી છે. સિંહબાળોની સુરક્ષા માટે તેમને અલગ જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. વન વિભાગના કર્મચારીઓ અને ટ્રેક ફિટર ઘટના સ્થળે દોડી ગયા હતા. વન વિભાગ દ્વારા આ અકસ્માતની તપાસ શરૂ કરવામાં આવી છે, કેમકે આ વિસ્તાર વનરાજીમાં આવેલો છે.
ગીર વિસ્તારમાં વધતા ટ્રેન અકસ્માત
છેલ્લા 3 વર્ષમાં રેલવે ટ્રેક પર થયેલા અકસ્માતમાં 6 સિંહનાં મોત થયા છે. આ સમયગાળામાં સિંહોના ટ્રેન અકસ્માતની ઘટના વધુ નોંધાઈ છે. સિંહને ટ્રેન અકસ્માતથી બચાવવા માટે ઓવરબ્રિજ બનાવવાની અને 40 કિલોમીટર/કલાકની ગતિ મર્યાદા રાખવાની દરખાસ્ત કરાઈ છે.
