Anand: ખંભાત શહેરના નગરા રોડ પર આવેલી મુનિ યુનિવર્સલ સ્કૂલમાં શિક્ષણ જગતને હચમચાવી દેનારી એક અતિ ગંભીર ઘટના સામે આવી છે. જેમાં સ્કૂલના શિક્ષક પર વિદ્યાર્થિનીઓને અડપલા કરવાનો આરોપ છે. આ મામલે સ્કૂલમાં ધસી જઈ વાલીઓએ હોબાળો મચાવ્યો છે.
હકીકતમાં વાલીઓ દ્વારા આક્ષેપ કરતાં જણાવવામાં આવ્યું છે કે, મુનિ સ્કૂલમાં આર્ટ શિક્ષક તરીકે ફરજ બજાવતા પ્રકાશ પટેલ (65) છેલ્લા 3 મહિનાથી બીજા ધોરણમાં અભ્યાસ કરતી 8 જેટલી નાની બાળાઓને શારીરિક અડપલા કરી રહ્યો છે. લંપટ શિક્ષક બાળકીઓ સાથે બિભત્સ હરકત કરતો અને કોઈને ના કહેવા માટે ધમકાવતો હતો.
ગઈકાલે જ આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. આટલી ગંભીર ઘટના હોવા છતાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા શિક્ષકને બચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
સ્કૂલમાં તપાસ કરતાં CCTV કેમેરા પણ બંધ હાલતમાં મળી આવ્યા હતા. જેના કારણે સ્કૂલ મેનેજમેન્ટથી ભૂમિકા પણ શંકાસ્પદ જણાય છે. જો કે સ્કૂલ સત્તાધીશોએ ટેક્નિકલ કારણોસર બંધ હોવાની સ્પષ્ટતા કરી હતી.
વાલીઓના ભારે દબાણ બાદ સ્કૂલ મેનેમેન્ચ દ્વારા પ્રકાશ પટેલનું રાજીનામું લઈને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આમામલે પોલીસ ફરિયાદ ના નોંધાતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
વાલીઓના ભારે દબાણ પછી સ્કૂલ મેનેજમેન્ટે શિક્ષક પ્રકાશ પટેલનું રાજીનામું લઈને તેને સસ્પેન્ડ કર્યો છે. જોકે, મેનેજમેન્ટનું કહેવું છે કે વાલીઓએ કોઈ પુરાવા કે ચોક્કસ વિગતો આપી નથી, તેથી પોલીસમાં ફરિયાદ નોંધાઈ નથી, જે બાબતને લઈને શહેરમાં ચર્ચાઓ ગરમાઈ રહી છે.
વાલીઓએ વધુ આક્ષેપ કર્યો છે કે શિક્ષક સ્કૂલના નિયમો વિરુદ્ધ જઈને બાળકોના ઘરે જતો હતો અને ગિફ્ટ્સ આપતો હતો. નાનાવયની બાળાઓ સાથેના ગંભીર ગુનાના આક્ષેપો વચ્ચે પોલીસ ફરિયાદ ન થવી અને કેમેરા બંધ હોવા જેવી બાબતો હાલ સમગ્ર શહેરમાં મોટો પ્રશ્નચિહ્ન ઊભું કરી રહી છે.
