Gujarat Ambulance Fire: એમબ્યુલન્સમાં લાગેલી આગની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. CCTV માં જોઈ શકાય છે કે, એમ્બ્યુલન્સ અચાનક જ આગની લપેટમાં આવી જાય છે. થોડી જ વારમાં તે વિકરાળ આગમાં ફેરવાઇ જાય છે. જેના કારણે તેમાં બેસેલા લોકો બહાર આવી શક્યા ન હતા. બનાવની જાણ થતાની સાથે ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી.
એમ્બ્યુલન્સમાં આગ લાગતાં નવજાત સહિત 4 ભડથું, જુઓ CCTV#Arvalli #Modasa #Ambulance #Fire #Accident #Newborn #Father #Doctor #Nurse #Death #ModasaAhmedabad #Gujarat #India #News pic.twitter.com/n7cCUnK5se
— Dinesh Chaudhary (@DineshNews_) November 18, 2025
સમગ્ર ઘટના જાણો
મોડાસામાં એમ્બ્યુલન્સમાં આગ લાગતાં 3 લોકોનાં ઘટના સ્થળે મોત થયા હતા. અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ એક દિવસના બાળકને સારવાર માટે લઈ જઈ રહી હતી. આ દરમિયાન અચાનક એમ્બ્યુલન્સમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે અંદર બેઠેલા ડોક્ટર, નર્સ અને નાના બાળકને બહાર નીકળવાનો કોઈ મોકો મળ્યો ન હતો. જેના કારણે ત્રણેય લોકો મોત થયા હતા. તેમજ ઇજાગ્રસ્તનું પણ સારવાર દરમિયાન મોત થયું છે.

મૃતકોની યાદી
- જીગ્નેશભાઇ મહેશભાઇ મોચી (ઉ.વ.38-લુણાવાડા)
- બાળક (ઉ.વ. 1 દિવસ)
- કાજકરણ શાંતીલાલ રેટીયા ( ઉવ 30 - અમદાવાદ)
- ભૂરી બેન (ઉવ 23 - અરવલ્લી)
