અરવલ્લી જિલ્લા પંચાયત ચૂંટણી 2026માં કેટલા મતદારો? ક્યારે મતદાન અને પરિણામ? 30 બેઠકો પર કેટલા ઉમેદવારોએ ભર્યા ફોર્મ? સંપૂર્ણ માહિતી

ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 12 Apr 2026 03:32 PM (IST)Updated: Sun, 12 Apr 2026 03:48 PM (IST)
aravalli-district-panchayat-election-2026-voting-counting-and-results-dates-and-timings

Aravalli District (Jilla) Panchayat Election 2026 Dates: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026નો માહોલ ધીમે-ધીમે જામી રહ્યો છે. આગામી 26 એપ્રિલના રોજ અરવલ્લી જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં 7.25 લાખથી વધુ નોંધાયેલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 30 બેઠકો પર 138 ફોર્મ ભરાયા છે.

વહીવટી સ્તરે, રાજ્ય ચૂંટણી પંચ અને જિલ્લા તંત્ર દ્વારા આચારસંહિતાના કડક અમલ માટેની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે. ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જેથી મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ શકે. આમ, અરવલ્લી જિલ્લામાં હવે રાજકીય પક્ષો અને પ્રશાસન બંને સજ્જ થઈ ગયા છે.

અરવલ્લી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે કેટલા ફોર્મ ભરાયા

વોડૅ નં વોડૅ નું નામ કુલ ફોમૅ
1 આકરૂન્દ 4
2 બાંઠીવાડા 4
3 બેલ્યો 5
4 ભિલોડા 5
5 બુટાલ 2
6 ચોઇલા 5
7 ડેમાઇ 5
8 ધનસુરા 3
9 ગાબટ 3
10 હેલોદર 5
11 ઇન્દ્રાણ 5
12 જેસીંગપુર 4
13 કઉ 4
14 ખેરાડી 2
15 કિશનગઢ 5
16 કુંડોલપાલ 4
17 લીંભોઇ 4
18 માલપુર 8
19 મેઢાસણ 4
20 મેઘરજ 6
21 મોટા કંથારીયા 6
22 મુલોજ 4
23 ઓડ 6
24 પંચાલ 5
25 સાઠંબા 4
26 શણગાલ 6
27 ટીંટોઇ 5
28 ઉભરાણ 6
29 ઉંટરડા 4
30 વડાગામ 5

અરવલ્લી જિલ્લા પંચાયતની બેઠક પ્રમાણે જાણો મતદારોની વિગતો

વોડૅ નં વોડૅ નું નામ પુરુષ મતદાર સ્ત્રી મતદાર કુલ મતદાર
1 આકરૂન્દ 9785 9116 18901
2 બાંઠીવાડા 12395 11649 24044
3 બેલ્યો 12478 11496 23974
4 ભિલોડા 13221 12345 25566
5 બુટાલ 10952 10191 21143
6 ચોઇલા 11277 10674 21951
7 ડેમાઇ 11618 10844 22462
8 ધનસુરા 9907 9249 19156
9 ગાબટ 13258 12503 25761
10 હેલોદર 13115 12251 25366
11 ઇન્દ્રાણ 12581 11838 24419
12 જેસીંગપુર 14446 14147 28593
13 કઉ 12904 12179 25083
14 ખેરાડી 11546 11121 22667
15 કિશનગઢ 14704 14287 28991
16 કુંડોલપાલ 12634 12327 24961
17 લીંભોઇ 12421 11813 24234
18 માલપુર 14569 13678 28247
19 મેઢાસણ 11589 11042 22631
20 મેઘરજ 14994 14365 29359
21 મોટા કંથારીયા 11899 11089 22988
22 મુલોજ 12708 11761 24469
23 ઓડ 11200 10897 22097
24 પંચાલ 12292 11250 23542
25 સાઠંબા 13025 11892 24917
26 શણગાલ 13859 12983 26842
27 ટીંટોઇ 10913 10419 21332
28 ઉભરાણ 12151 11296 23447
29 ઉંટરડા 13392 12287 25679
30 વડાગામ 11668 10915 22583

અરવલ્લી જિલ્લા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ (Aravalli District Panchayat Election 2026 Schedule)

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તારીખ
ચૂંટણીની જાહેરાતની તારીખ 01-04-2026
જાહેરનામું/ચૂંટણીની નોટિસ પ્રસિધ્ધ કરવાની તારીખ 06-04-2026
ઉમેદવારીપત્રો ભરવા માટેની છેલ્લી તારીખ 11-04-2026
ઉમેદવારી પત્રોની ચકાસણી માટેની તારીખ 13-04-2026
ઉમેદવારી પાછી ખેંચી લેવા માટેની છેલ્લી તારીખ 15-04-2026
મતદાનની તારીખ 26-04-2026 (રવિવાર)સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી
પુન: મતદાનની તારીખ (જો જરુરી હોયતો) 27-04-2026
મતગણતરીની તારીખ 28-04-2026
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ 30-04-2026