Bharuch Rainfall Report: આજે વહેલી સવારથી જ ભરૂચ જિલ્લામાં ધીમીધારે નોંધપાત્ર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ સવારે 06:00 થી 10:00 વાગ્યા સુધીના માત્ર 4 કલાકમાં જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.
નેત્રંગમાં સૌથી વધુ વરસાદ
ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નેત્રંગ તાલુકામાં જોવા મળ્યો છે. નેત્રંગમાં સવારના 4 કલાકમાં કુલ 3.58 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખાસ કરીને સવારે 08:00 થી 10:00 ના બે કલાક દરમિયાન અહીં ધોધમાર વરસાદ પડ્યો હતો.
જિલ્લાના અન્ય તાલુકાઓમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો તેના પર નજર કરીએ....
- ભરૂચ શહેર: જિલ્લા મથક ભરૂચમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે.
- હાસોટ: હાસોટ તાલુકામાં 1.42 ઇંચ વરસાદ પડ્યો છે.
- અંકલેશ્વર: ઔદ્યોગિક નગરી અંકલેશ્વરમાં 1.30 ઇંચ વરસાદ નોંધાયો છે.
- વાલિયા: વાલિયા તાલુકામાં 1.22 ઇંચ વરસાદ રહ્યો છે.
- વાગરા: અહીં 0.98 ઇંચ વરસાદ નોંધાયો છે.
- ઝઘડિયા: ઝઘડિયા તાલુકામાં પોણો ઇંચ વરસાદ પડ્યો છે.
- આમોદ: અહીં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
- જંબુસર: જંબુસરમાં સવારના આ સમયગાળા દરમિયાન 0.31 ઇંચ વરસાદ રહ્યો છે.
આ વરસાદને કારણે જિલ્લાના વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી લોકોને ગરમીમાં રાહત મળી છે. વહીવટી તંત્ર દ્વારા વરસાદની પરિસ્થિતિ પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા
- નેત્રંગ: 11 મીમી (0.43 ઈંચ)
- ભરુચ: 8 મીમી (0.31 ઈંચ)
- અંકલેશ્વર: 7 મીમી (0.28 ઈંચ)
- વાલિયા: 6 મીમી (0.24 ઈંચ)
- ઝઘડિયા: 6 મીમી (0.24 ઈંચ)
- હાંસોટ: 3 મીમી (0.12 ઈંચ)
- વાગરા: 2 મીમી (0.08 ઈંચ)
- જંબુસર: 1 મીમી (0.04 ઈંચ)
- આમોદ: 1 મીમી (0.04 ઈંચ)
