UpdatedIST

Ankleshwar: અહો આશ્ચર્યમ! લીમડાના થડમાંથી નીકળી જ્વાળાઓ, સતત બે દિવસથી સળગી રહેલી રહસ્યમય આગ

લીમડાના વૃક્ષના થડમાં લાગેલી આગ બુજાવવા ફાયર ફાઈટરોએ અનેક પ્રયાસ કર્યા. હાલ તપાસ ચાલી રહી છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Sun 08 Feb 2026 12:59 PM (IST)Updated: Sun 08 Feb 2026 12:59 PM (IST)
selarwad-area-neem-tree-trunk-fire-burning-continuously-for-last-two-days-in-ankleshwar-688122
HIGHLIGHTS
  • સેલારવાડ વિસ્તારમાં એક લીમડામાં લાગી આગ
  • વૃક્ષના થડમાં સતત બે દિવસથી સળગતી આગ
  • આગ બુજાવવા ફાયર ફાઈટરોએ અનેક પ્રયાસ કર્યા

Fire in a neem tree: અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. સેલારવાડ વિસ્તારમાં એક લીમડાના વૃક્ષના થડમાં આગ લાગી છે. છેલ્લા બે દિવસથી સતત થડમાંથી આગની જ્વાળા નીકળી કરી છે. જોકે, આ રહસ્યમય આગની ઘટનાની જાણ થતાં અંકલેશ્વર નગરપાલિકા અને DPMC ના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા અને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.

લીમડાના થડના અંદરના ભાગમાં લાગેલી આગ  

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સેલારવાડમાં આવેલા આ વિશાળ લીમડાના વૃક્ષના થડના અંદરના ભાગમાં લાગેલી આગ સતત બે દિવસથી સળગી રહી છે. આના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. આગનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી.

"વૃક્ષમાં આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. જ્યાં સુધી થડનો અંદરનો ભાગ સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે." -- પ્રિતેશ પટેલ, ચીફ ફાયર ઓફિસર

આગ બુજાવવા ફાયર ફાઈટરો પ્રયાસરત

ફાયર બ્રિગેડના જવાનોએ આગ બુજાવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યા. જોકે, લીમડાના વૃક્ષના થડના અંદરના ભાગે લાગેલી આગ અન્ય ભાગોમાં ન ફેલાય તે માટે સુરક્ષાના ભાગરૂપે વૃક્ષની કેટલીક ડાળીઓ કાપવામાં આવી હતી. ફાયર ફાઈટરો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસરત છે.

વૃક્ષની નીચે ગેસ લાઈન?

એક અંદાજ મુજબ આ ગેસની આગ હોઈ શકે. આથી ઘટના સ્થળની આસપાસ ગેસ લાઈન હોવાની શક્યતાને પગલે તકેદારીના ભાગરૂપે ગુજરાત ગેસ કંપનીને પણ જાણ કરવામાં આવી હતી. હાલમાં વૃક્ષની નીચે ગેસ લાઇન અથવા ગેસ પોઇન્ટ છે કે નહીં તેની તપાસ માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે.