UpdatedIST

Bhavnagar: નક્સલીઓ સામે લડતા શહીદ થયેલા જવાનના પરિવારની વ્હારે સરકાર, હર્ષ સંઘવીએ રૂ. 1 કરોડનો ચેક અર્પણ કર્યો

છત્તીસગઢના બિજાપુર જિલ્લાના ઉસુર વિસ્તારમાં નક્સલવાદ વિરોધી અભિયાન દરમિયાન શહીદ મેહુલ સોલંકીને ગાર્ડ ઑફ ઑનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 14 Feb 2026 06:20 PM (IST)Updated: Sat 14 Feb 2026 06:20 PM (IST)
bhavnagar-martyr-mehul-solanki-honoured-after-naxal-encounter-rs-1-crore-aid-to-family-692014
HIGHLIGHTS
  • કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ પણ શહીદને શ્રદ્ધાંજલિ આપી

Bhavnagar: નકસલવાદ વિરોધી અભિયાન દરમિયાન નકસલવાદીઓ સાથે થયેલ અથડામણમાં ગોળી વાગતા શહીદ થયેલ જવાન મેહુલભાઈ નંદલાલભાઈ સોલંકીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શહીદ જવાન તા. 22/05/2025ના રોજ ફરજ બજાવતા ફરજ દરમિયાન શહીદ થયા હતા.

બિજાપુર જિલ્લાના ઉસુર થાણા ક્ષેત્રમાં થયેલ અથડામણ દરમિયાન મેહુલભાઈ સોલંકી શહીદ થયા હતા. તેઓ મૂળ દેવગાણા, તા. સિહોર, જિ. ભાવનગરના વતની હતા.

શહીદ જવાનના માતા નાનુબેન નંદલાલભાઈ સોલંકીને શહીદ પરિવાર પ્રત્યે સરકારની સંવેદનશીલતાના પ્રતિકરૂપે રૂ. 1 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

CRPFના જવાનો દ્વારા નકસલવાદ વિરોધી અભિયાન દરમિયાન શહીદ થયેલ જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.