Bhavnagar News: માતાના આડા સંબંધની જાણ થતાં પુત્રની હત્યા, પ્રેમીએ સગીરની લોથ ઢાળી દીધી; મહુવામાં કુવામાંથી મળ્યો હતો મૃતદેહ

માલણ નદીના કિનારા પાસે આવેલ એક કુવા પાસે લઈ જઈ કોઈ પથ્થર વડેમાથાના ભાગે ગંભીર ઇજા કરી દોરીથી બાંધીને હત્યા કરીને કુવામાં ફેંકી દેવાયો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 27 Nov 2025 12:30 PM (IST)Updated: Thu 27 Nov 2025 12:30 PM (IST)
bhavnagar-news-minor-murdered-after-learning-about-mothers-affair-body-found-in-well-645392

Bhavnagar News: ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલ માલણ નદીના કિનારે કુવામાંથી મહુવા શહેરમાં રહેતા એક મુસ્લિમ સગીરનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. જે અંગે મહુવા પોલીસે જીણવટ તપાસ કરતા આ સગીરની થયા હત્યા કરવામાં આવી હોવાનું ખુલવા પામ્યું હતું.અને સગીરની માતાના પ્રેમ સંબંધ માં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આરોપી હસન શબ્બીર સલાટને પકડી પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

કુવામાંથી મળ્યો હતો સગીરનો મૃતદેહ

મળતી વિગત મુજબ ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં રહેતા મુસ્લિમ સગીર યુવક ઉવેશ સલીમભાઈ કાળવાતર (ઉ. વ.17) નામનો સગીર યુવક બે દિવસથી ઘરે આવ્યો ન હતો, તે બાબતે ઉવેશના પરિવારે મહુવા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ કરી હતી. જેથી મહુવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં મહુવાની માલણ નદીના કિનારે આવેલ કુવામાંથી ઉવેશની દોરી બાંધેલી હાલતમાં કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ મળી આવતા મહુવા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને સગીર યુવકની લાશને પાણી ભરેલા કુવામાંથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતદેહ બહાર બહાર કાઢીને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

માતાના પ્રેમ સંબંધની જાણ થતાં સગીરની હત્યા કરાઇ

આ ચકચારી બનાવ અનુસંધાને ઈરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવતાર (રહે ગુલીસ્તાન સોસાયટી મહુવા)એ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મરણ જનાર ઉવેશ સલીમભાઈ કાળવાતરના માતા સમીરાબેનનુ હસન શબ્બીરભાઈ સલાટ (ઉં. વ. 30 રહે નૂર સોસાયટી મહુવા) સાથે પ્રેમ સંબંધ હોય જે બાબતે ઉવેશને જાણ થઈ ગઇ હતી.

આ બાબતે મૃતક ઉવેશને અવારનવાર હસન શબ્બીર સલાટ સાથે તકરાર ચાલતી હતી. શબ્બીરે ઉવેશને ફોન કરીને મહુવાના ભદ્રોડના ઝાપે બોલાવી માલણ નદીના કિનારા પાસે આવેલ એક કુવા પાસે લઈ ગયો હતો. કોઈ પથ્થર વડેમાથાના ભાગે ગંભીર ઇજા કરી દોરીથી બાંધીને હત્યા કરીને કુવામાં ફેંકી દેવાયો હતો. મૃતકના કાકા ઈરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવાતરે મહુવા પોલીસમાં આરોપી હસન શબ્બીરભાઈ સલાટ સામે ફરીયાદ નોંધાવી હતી. ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પ્રેમીએ સગીરની હત્યા કરી મૃતદેહ કુવામાં ફેંકી દીધો

મહુવા શહેરમાં કુવામાંથી સગીરનો મૃતદેહ મળી આવ્યો હતો તે બાબતે મૃતક ઉવેશ સલીમભાઈ કાળવાતરની માતાને હસન શબ્બીરભાઈ સલાટ સાથે છેલ્લે ઘણા સમયથી આડા સંબંધ હોય જેની જાણ મૃતક ઉવેશને થઈ જતા જેની તકરારમા સગીર યુવકને બોલાવીને હત્યા કરીને મૃતદેહને કુવામાં ફેંકી દેવામાં આવ્યો હતો. સગીર યુવક મહુવાના વાસીતળાવ વિસ્તારમાં આવેલ એક કાપડની દુકાનમાં કામ કરીને રોજી રોટી કમાતો હતો. મૃતક સગીર યુવક ઉવેશ સલીમભાઈ કાળવાતર અને હસન શબ્બીરભાઈ સલાટ બંને મહુવાના ભાદ્રોડ ના ઝાપે એક મોટરસાયકલ ઉપર જતા સી સી ટીવી કેમેરામાં જોવા મળ્યા હતા. આ બનાવ અંગે મહુવા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.