UpdatedIST

ભાવનગરના સ્પા સેન્ટરો પર પોલીસના દરોડા, 2 ગ્રાહક અને મેનેજરની અટકાયત; 7 મહિલાને નકરમાંથી મુક્ત કરાવી

ભાવનગર પોલીસ દ્વારા વાઘાવાડી રોડ પર અને ઈવા સુરભી મોલમાં આવેલા સ્પા સેન્ટરો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 19 Feb 2026 10:31 AM (IST)Updated: Thu 19 Feb 2026 12:02 PM (IST)
bhavnagar-police-raids-spa-centers-7-women-and-2-customers-arrested-694901
HIGHLIGHTS
  • ભાવનગર પોલીસે શહેરના 4 સ્પા સેન્ટર પર દરોડા પાડ્યા
  • કાર્યવાહી દરમિયાન 2 ગ્રાહક અને મેનેજરની અટકાયત કરી
  • સ્થળ પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની આશંકા

Bhavnagar Police Raid Spa Center: ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી શહેરના સ્પા સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. આજે શહેરના 4 સ્પા સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં વાઘાવાડી રોડ પર અને સુરભી મોલમાં આવેલા સ્પા સેન્ટર સહિત મનપા કચેરી સામે આવેલા સ્પા સેન્ટરમાં પણ દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન કુલ 7 મહિલાને બચાવાઈ છે. જ્યારે 2 ગ્રાહક અને એક મેનેજરની અટકાયત કરવામાં આવી છે.

આ અંગે મળતી વિગત અનુસાર, ગુપ્ત માહિતીના આધારે પોલીસે ટીમ બનાવી અલગ અલગ સ્થળ પર દરોડા પાડ્યા હતા. જેમાં શહેરના વાઘાવાડી રોડ પર આવેલા ઇવા સુરભી મોલમાં ચાલતા કેટલાક સ્પા સેન્ટર પર તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન કેટલીક શંકાસ્પદ હલચલ જોવા મળતા પોલીસે વિગતવાર પૂછપરછ હાથ ધરી છે.

સુરભી મોલમાં કાર્યરત આયુર થાઈ સ્પા અને અરોમા ફેમિલી સ્પા સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા હતા. તપાસ દરમિયાન નિયમોના ભંગ અને શંકાસ્પદ પ્રવૃત્તિ સામે આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી 7 મહિલાઓને બચાવી હતી. જ્યારે બે ગ્રાહકો અને એક મેનેજરને ઝડપી પાડ્યા હતા. હાલ તમામની ઓળખ, દસ્તાવેજો અને પરમિટની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ ટીમો દ્વારા શહેરના પટાયા ફેમિલી સ્પા અને ક્રિસ્ટલ સ્પા સેન્ટર જેવા અન્ય સ્પા સેન્ટરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા. પોલીસનો દાવો છે કે કેટલાક સેન્ટરોમાં કાયદેસરની મંજૂરી વિના સેવાઓ આપવામાં આવી રહી હતી. પોલીસ ટીમોએ તમામ સ્થળો પરથી રજીસ્ટર, CCTV ફૂટેજ અને સ્ટાફની વિગતો કબજે લેવામાં આવી છે. આગળની તપાસના આધારે વધુ કાનૂની પગલાં લેવામાં આવશે.

આ ઓપરેશનમાં નિલમબાગ પોલીસ, ઘોઘારોડ પોલીસ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના અધિકારીઓ સામેલ થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, સ્પાની આડમાં કોઈપણ પ્રકારની અનૈતિક પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. હાલ પકડાયેલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ નેટવર્ક પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે તેની તપાસ ચાલુ છે.