Bhavnagar Rain News: સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. અમુક તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હવામાન વિભાગે જાહેર કરેલા 24 કલાકના આંકડમાં સૌથી વધારે વરસાદ જેસરમાં પડ્યો છે.
છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા
આ પણ વાંચો
- જેસર: 3.58 ઇંચ
- મહુવા: 2.99 ઇંચ
- ગારીયાધાર: 2.80 ઇંચ
- પાલીતાણા: 1.85 ઇંચ
- શિહોર: 0.47 ઇંચ
- તળાજા: 0.24 ઇંચ
- ભાવનગર શહેર: 0.24 ઇંચ
- વલ્લભીપુર: 0.16 ઇંચ
- ઉમરાળા: 0.08 ઇંચ
આજે સવારનો વરસાદ ગુજરાતના 21 તાલુકામાં નોંધાયો છે. જેમા દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો છે. જેમા આજે સૌથી વધારે વલસાડના ધરમપુરમાં અડધો ઈંચ નોંધાયો છે.
