Salangpurdham News: સાળંગપુરધામ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ‘દિવ્યાંગ વંદના સમારોહ’નું ભવ્ય આયોજન: 500થી વધુ દિવ્યાંગોએ કર્યા દાદાના દર્શન

આ અવસરે સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના પ્રગટ કરવાના ઉમદા હેતુથી ‘દિવ્યાંગ વંદના સમારોહ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Tue, 17 Feb 2026 12:23 AM (IST)Updated: Tue, 17 Feb 2026 12:23 AM (IST)
divyang-vandana-ceremony-was-organized-on-the-occasion-of-mahashivratri-at-salangpurdham-more-than-500-divyangs-had-darshan-of-dada

Divyang Vandana Ceremony At Salangpurdham: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ (Vadtaldham) સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર(Salangpur Shrikashtabhanjandev Hanumanji Temple)ખાતે મહાશિવરાત્રી(Mahashivaratri)ના પાવન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી.

આ અવસરે સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના પ્રગટ કરવાના ઉમદા હેતુથી ‘દિવ્યાંગ વંદના સમારોહ’નું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.

naidunia_image

પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી તેમજ ડી.કે. સ્વામીના માર્ગદર્શન હેઠળ આ ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ સંપન્ન થયો હતો.

naidunia_image

મહાશિવરાત્રી નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને શિવસ્વરૂપના વાઘા ધરાવવામાં આવ્યા હતા તથા સિંહાસનને બ્લુ ડેઝીના ફૂલોથી ‘શિવસ્વરૂપ થીમ’ પર દિવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું.

naidunia_image


વિવિધ સંસ્થાઓના દિવ્યાંગ ભાઈ-બહેનોને મંદિરમાં આદરપૂર્વક આવકારી, લાઇનમાં ઉભા રહ્યા વિના સીધા જ દાદાના સુગમ દર્શન કરાવવામાં આવ્યા હતા. દિવ્યાંગો માટેના આ વિશેષ સમારોહમાં ભક્તિ સાથે આનંદનો પણ સુમેળ જોવા મળ્યો હતો.

naidunia_image

દર્શનાર્થે આવેલા તમામ દિવ્યાંગો માટે મંદિર દ્વારા ઉત્તમ ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી.બાળકો માટે DJ ના તાલે ગીત-સંગીતનું આયોજન કરાયું હતું, જેમાં બાળકોએ મન મૂકીને આનંદ માણ્યો હતો.

naidunia_image

સંતોએ ‘કિંગ ઓફ સાળંગપુર’નું માહાત્મ્ય સમજાવી તમામ દિવ્યાંગોને આશીર્વાદ પાઠવ્યા હતા. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે ધર્મેન્દ્ર મહારાજ, પ્રવિણસિંહ, ગૌતમભાઈ તેમજ મંદિરના તમામ સ્વયંસેવકો, ભક્તો અને સિક્યુરિટી સ્ટાફે ખડેપગે રહીને સેવા આપી હતી.

naidunia_image

આ આયોજન દ્વારા સાળંગપુર હનુમાનજી મંદિરે સામાજિક જવાબદારી અને ભક્તિનો એક ઉત્તમ દાખલો બેસાડ્યો છે. "સમાજના દિવ્યાંગ ભાઈ-બહેનો પ્રત્યે આદર અને સંવેદના પ્રગટ કરવાના ઉમદા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે."