Mahuva Municipal Election: ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે ભાવનગર જિલ્લાની મહુવા નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓ માટે વોર્ડ સીમાંકન અને અનામત બેઠકોની અંતિમ ફાળવણી જાહેર કરી છે. આયોગને મળેલા તમામ સૂચનોની ગંભીરતાપૂર્વક વિચારણા કરવામાં આવી હતી. માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે પરામર્શ બેઠકો પણ યોજવામાં આવી હતી. આ ફાળવણીમાં અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને મહિલાઓ માટેની અનામત બેઠકોનો સમાવેશ થાય છે.
કુલ 36 બેઠકોમાંથી 18 બેઠકો મહિલાઓ માટે અનામત
2011ની વસતી ગણતરીના અંતિમ આંકડા મુજબ, મહુવા નગરપાલિકાની કુલ વસતી 98,520 છે. આ વસતીને 9 વોર્ડમાં વિભાજિત કરાઈ છે, જેમાં વોર્ડ દીઠ સરેરાશ 10,847 લોકોનો સમાવેશ થાય છે. કુલ 36 બેઠકોમાંથી 18 બેઠકો મહિલાઓ માટે અનામત છે. SC વસતીની ટકાવારીના આધારે વોર્ડ નંબર 9 માં એક બેઠક અનામત રખાઈ છે. SC મહિલાઓ માટે કોઈ બેઠક અનામત નથી. પછાતવર્ગ માટે કુલ 10 બેઠકો અનામત છે, જેમાં 5 બેઠકો પછાતવર્ગની મહિલાઓ માટે અનામત રખાઈ છે. આ અનામત બેઠકો સિવાયની 25 બેઠકો સામાન્ય વર્ગ માટે છે, જેમાં 13 બેઠકો સામાન્ય વર્ગની મહિલાઓ માટે અનામત છે.
મહુવા નગરપાલિકામાં કુલ કેટલા વોર્ડ અને કેટલી બેઠકો
| કુલ વસતી (2011 પ્રમાણે) | 98520 | ||||
| કુલ વોર્ડની સંખ્યા | 9 | ||||
| બેઠકોની સંખ્યા | 36 | ||||
| કુલ સ્ત્રી બેઠકો | 18 | ||||
| અનુસૂચિત જાતિ માટે અનામત બેઠકોની સંખ્યા | 1 | ||||
| અનુસૂચિત આદિજાતિ માટે અનામત બેઠકોની સંખ્યા | - | ||||
| પછાતવર્ગ માટે અનામત બેઠકોની સંખ્યા | 10 ( 5 મહિલા અનામત) | ||||
| કુલ અનામત બેઠકો | 24 | ||||
| સામાન્ય બેઠકો | 12 | ||||
| વોર્ડ નં | વોર્ડની વસતી | પ્રથમ બેઠક (મહિલા અનામત) | બીજી બેઠક (મહિલા અનામત) | ત્રીજી બેઠક | ચોથી બેઠક |
| 1 | 11137 | પછાતવર્ગ | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 2 | 11311 | સામાન્ય | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 3 | 12024 | પછાતવર્ગ | સામાન્ય | સામાન્ય | સામાન્ય |
| 4 | 11814 | સામાન્ય | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 5 | 10520 | સામાન્ય | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 6 | 10277 | પછાતવર્ગ | સામાન્ય | સામાન્ય | સામાન્ય |
| 7 | 11625 | સામાન્ય | સામાન્ય | પછાતવર્ગ | સામાન્ય |
| 8 | 9925 | પછાતવર્ગ | સામાન્ય | સામાન્ય | સામાન્ય |
| 9 | 9887 | પછાતવર્ગ | સામાન્ય | અ.સૂ. જાતિ | સામાન્ય |
| કુલ | 98520 | ||||
